બ્રેકિંગ@ગુજરાત: મે-જૂનમાં એક સાથે 2 વાવાઝોડા, રાજ્યમાં શું થશે અસર ? અંબાલાલે કરી મોટી આગાહી

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. બીજું એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે. તેમના મતે મે અને જૂ મહિનામાં બેક ટુ બેક વાવાઝોડું આવી શકે છે. અંબાલાલના મતે મે અને જૂન મહિનામાં બેથી ત્રણ ચક્રવાત અરબ સાગરમાં આવી શકે છે. અરબ સાગરમાં ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે.
હવામાનને લઇને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના મતે બીજું એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે. એક વાવાઝોડા બાદ બીજું વાવાઝોડું આવશે. બેક ટુ બેક વાવાઝોડું આવવાની તૈયારીમાં છે. 10થી 14 મેમાં બંગાળના સાગરમાં ઊંજા મોજા ઉછળશે. 18થી 20 મે સુધી ફરી દરિયો તોફાની બની શકે છે. મે, જૂનમાં બેથી ત્રણ ચક્રવાત અરબ સાગરમાં આવશે.
આ સાથે ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.
અંબાલાલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે. લો પ્રેશર વધુ મજબૂત થઈ વાવાઝોડામાં પરિવર્તિત થવાની શકયતા છે. હવામાન વિભાગ બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે. વાવાઝોડાની ગુજરાત પર અસર નહીં થાય. જ્યારે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે.