વાતાવરણ@ગુજરાત: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ સુધી થશે કમોસમી વરસાદ

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં હાલ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ વાતાવરણ યથાવત રહેશે. આ તરફ અંબાલાલ પટેલે હાલના વાતાવરણ અંગે જણાવ્યુ છે કે, સાકલોનિક સર્ક્યુલેશનની અસર રાજ્યના વાતાવરણ પર જોવા મળી રહી છે. હજુ પણ 22 માર્ચ સુધી અમુક ભાગમાં કમોસમી વરસાદ થશે. માવઠાના મારથી છુટકારો મળે તો સારું છે પરંતુ વારંવાર સિસ્ટમ બની રહી છે. જેના કારણે માવઠું થઈ રહ્યું છે. હજી પણ 22 માર્ચ સુધી માવઠું યથાવત રહેશે. 20 માર્ચથી માવઠામાંથી મોટા ભાગના વિસ્તારને છૂટકારો મળશે અને ત્યાર બાદ ગરમીનું પ્રમાણ વધશે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગરમીના કારણે ફરી વાતાવરણ પલટો આવશે 26થી 28 માર્ચના ફરી સિસ્ટમ સક્રિય થશે. બંગાળના ઉપસાગરની અસર થશે અને અરબી સમુદ્રનો ભેજ ગુજરાત તરફ આવશે. જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત , સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં કમોસમી વરસાદ થશે. 

Gujarat Jaherat
જાહેરાત

મહત્વનું છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ભર ઉનાળે ધોધમાર વરસાદ વરસતા ખેતીમાં ભારે નુકસાની થઈ રહી છે. ખાસ કરીને કચ્છની કેસર કેરીના ફળ હજુ ફૂટવાના શરૂ થયા હતા ત્યાં કમોસમી વરસાદ સાથે પડેલા કરાએ કેરીનો પાક મોટેભાગે નષ્ટ કર્યું છે. કચ્છના ખેડૂતોનો કેરીનો પાક 10થી 20 ટકા જેટલો જ બચ્યો છે.