વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદ, છેક જૂન મહિના સુધી માવઠું થશે: અંબાલાલ પટેલ

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર આજથી માવઠાનો માર શરૂ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. આજથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. જ્યારે હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવ્યુ છે કે, હવામાન વિભાગનું અનુમાન છે કે, 29થી 31 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થન્ડર સ્ટોમ એક્ટિવિટી થશે અને સામાન્ય વરસાદ થશે. 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ કે, આજથી 31મી માર્ચ સુધી ફરી માવઠું પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં માવઠું થઇ શકે છે. આજથી ત્રણ દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. જે બાદ ભેજના કારણે ત્રણથી આઠ એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે અને વાદળછાયું વાતારણ રહેવાની શક્યતા છે. 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. જેથી 8થી 14 એપ્રિલ સુધી ખેડૂતોને સાવધાન રહેવું પડશે.

Jaherat
જાહેરાત

અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં છેક જૂન મહિના સુધી માવઠું થશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કરા પણ પડવાની આગાહી છે. આ કમોસમી વરસાદની સાથે કાળઝાળ ગરમી પણ પડવાની આગાહી કરવામાં આવી છે. 17મી જૂન બાદ પણ આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ પડી શકે છે. જેના કારણે આ વખતે કેરીના પાકને ભારે નુકસાન થવાનું પણ જણાવ્યુ છે.