બ્રેકિંગ@ગુજરાત: અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, હજી આ મહિનામાં ચોમાસા જેવો રહેશે માહોલ

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ વર્ષેનું હવામાન વિષમ રહેવાની સંભાવના વ્યક્ત કરીને મે માસમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ચક્રવાત, આંધી અને વંટોળ સાથે ઉનાળા વચ્ચે વરસાદ થવાની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મે મહિના દરમિયાન વારંવાર વરસાદ થવાની સાથે જૂનની શરુઆતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલે મે માસમાં ચોમાસા જેવો માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે આગાહી કરી છે કે, 2થી 8 મે દરમિયાન આંધી વંટોળનું પ્રમાણ વધારે રહેશે. કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. અંબાલાલે મેના બીજા અઠવાડિયાની શરુઆત સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે ત્યારે મે માસની મધ્યમાં પણ તેમણે વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

15થી 20મી મે વચ્ચે પણ વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે, આ તારીખો દરમિયાન આંધી-વંટોળ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરીને ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ પછી 25મી મેથી જૂનની શરુઆત સુધીમાં પણ વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. ગાજવીજ સાથે વરસાદ થવાની સાથે તેમણે કરા પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, અંબાલાલે મે મહિનામાં વરસાદની આગાહી કરી છે તેની સાથે જૂનમાં ગરમી પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ વ્યક્ત કરી છે અને અરબી સમુદ્રમાં હલચલ શરુ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. સિસ્ટમ સક્રિય થઈને ઓમાન તરફ જવાની શક્યતાઓ સાથે સૌરાષ્ટ્રમાં આ દરમિયાન વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરી છે.

આ સાથે તેમણે જૂનની શરુઆતમાં તથા 13 જૂને ચોમાસાની શરુઆત થઈ શકે છે તેવી પણ શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અગાઉ પણ તેમણે રાજ્ય સહિત દેશના હવામાનમાં પલટા આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં હાલ વરસાદી માહોલ છે જેમાં ઉત્તર-દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં વરસાદી માહોલ ઉભો થયો છે. બનાસકાંઠામાં વરસાદ સાથે ફરી એકવાર કરા પડવાની ઘટના બની છે. આગામી દિવસોમાં પણ અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

29મી માર્ચે સૌરાષ્ટ્રના પશ્ચિમના દરિયા કિનારાના તથા દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓને બાદ કરતા રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ થવાની શક્યતાઓ છે.