કવાયત@અમદાવાદ: કોરોનાના કેસો વધતાં AMC એક્શનમાં, અર્બન હેલ્થ સેન્ટરમાં કોવિડ ટેસ્ટ શરૂ કરાશે

 
AMC

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના એકાએક કેસો સામે આવી રહ્યા છે. જેમાં કોવિડ-19ના નવા વેરિયન્ટ JN.1 કેસો પણ નોંધાઈ રહ્યા છે. જેના પગલે તંત્ર દ્વારા પણ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોરોના ટેસ્ટીંગ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં એએમસીના અર્બન હેલ્થ સેન્ટર ખાતે આગામી બે દિવસ બાદ કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે, હાલ એસવીપી, એલ.જી અને શારદાબહેન હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટીંગ થઇ રહ્યા છે.

અમદાવાદમાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા છે. આ 6 કેસ શહેરના નારણપુરા, નવરંગપુરા અને સરખેજ વિસ્તારમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં વધીને 23 થઈ ગઈ છે. કોરોનાના કેસો ફરી સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને હોસ્પિટલમાં કોરોના સામે લડવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઓક્સિજન, વેન્ટિલેટર, દવાઓ, બેડ અને આઇસોલેશન વોર્ડની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.