કાર્યક્રમ@કલોલ: SPGના એકતા સંમેલનમાં અમિત શાહે કર્યું સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

 
SPG

અટલ સમાચાર, ડેસ્ક

કલોલમાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ એકતા સંમેલન અને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતુ. કલોલમાં હોટલ સિલ્વર પ્લેટરની પાછળ, કલોલ-ખાત્રજ રોડ ખાતે સરદાર પટેલ ગ્રુપ આ આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈ SPGના આગેવાનો અને કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. 

SPGના વિશાળ એકતા સંમેલન અને સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, અંગ્રેજોને એવુ હતુ કે, ભારતના ખંડ ખંડ ટુકડા થઈ જશે પણ સરદાર સાહેબે એવુ થવા ન દીધુ. આજે ભારત એક છે તે સરદાર સાહેબના કારણે છે. આજની યુવા પેઢીને મારે કહેવુ છે કે, તમે સરદાર સાહેબને વાંચશો, સમજશો તો પછી બીજુ કાઈ કરવાનુ નહિ રહે. મને ઘણા લોકો કહે છે કે, સરદાર પટેલ પહેલા વડાપ્રધાન હોત તો દેશ ક્યારનોય મહાસત્તા બની ગયો હોત. આ કોંગ્રેસીયાઓએ સરદાર સાહેબનુ યોગ્ય સન્માન કર્યુ નથી. તેમને છેક 40 વર્ષે ભારત રત્ન મળ્યો જે કામ વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ કર્યુ છે. બાકી 40 વર્ષે પણ સરદાર સાહેબનુ ક્યાય સ્મારક પણ હતુ નહી અને જે હતા તે પણ આધા અધૂરા મનથી બનેલા હતા.

આ સાથે તેમણે કહ્યું કે, કલમ 370 અને 35 A એ ભારતના કાશ્મીર સાથેના જોડાણને એક કાચા સુતરના તારથી જોડતી પરંતુ સરદાર સાહેબની દુરંદેશીથી સંવિધાનમાં જ્યારે 370મી કલમ નાખી ત્યારે તેને અસ્થાયી બનાવી, ટેમ્પરરી બનાવી અને ટેમ્પરરીને ઉખાડી ફેંકવાનું કામ બીજા ગુજરાતી સપૂત નરેન્દ્ર મોદીએ કર્યું છે. દેશનો વિકાસ જોઈ સરદાર સાહેબનો આત્મા આજે સંતુષ્ટ હશે, ખુશ હશે. ભારતમાં કલ્પના પણ ન થઈ શકે તેવા કામો વડાપ્રધાને શક્ય બનાવ્યા છે. 11માં નંબર પરથી અર્થવ્યવસ્થાને આજે 5માં નંબર પર લાવ્યા છે. 

અમિત શાહે કહ્યું કે, કલોલવાસીઓ નરેન્દ્રભાઈને મત આપશો તો આગામી વર્ષોમાં તે અર્થવ્યવસ્થાને ત્રીજા નંબર પર લાવી દેશે. અત્યારે એવો કાલ ખંડ આવ્યો છે કે, જ્યા ગરીબી રેખા નીચે આવી છે. ગરીબોની સંખ્યા ઘટી છે. ઈન્ફાસ્ટકચરનો વિકાસ થયો છે. અયોધ્યાની અંદર સાડા 500 વર્ષ બાદ ટેન્ટમાંથી ભગવાનને પોતાના ઘરમાં બેસાડવામાં આવશે. આ સિવાય અનેક ધાર્મિક સ્થળોનો પુનરોધ્ધાર થયો છે. ભાજપ તુષ્ટીકરણની રાજનિતિમાં ના માને છે, ના આધાર રાખે છે.

આ સાથે કહ્યું કે, અમદાવાદથી 80 દિવસ સુધી રોજ એક ટ્રેન અયોધ્યા જવાની છે. આપ સૌ કલોલવાસીઓ દર્શન કરી આવજો. 2047માં જ્યારે લાલ કિલ્લાની પ્રાચીર પર ઝંડો ફરકતો હોય ત્યારે વિશ્વમાં ભારત નંબર 1 હોય તેવુ આપણે કરવાનુ છે. કલોલમાં સરદાર પટેલની દિવ્ય પ્રતિમા લગાવવાનુ કામ યુવાનોને પ્રેરણા આપશે. 2024ની ચૂટણીમાં ફરી એકવાર વડાપ્રધાન તરીકે મોદીને જ જોવાનો નિશ્ચય ભારતની જનતાએ કર્યો છે. અત્યાર છે તેની કરતા પણ વધુ સીટોથી તે શક્ય બનશે તેનો મને વિશ્વાસ છે. તેમાં આપ સૌ જનતાનો સાથ જરૂરી છે. કલોલમાં જે કાઈ વિકાસના કામો બાકી છે તે બહુ જલ્દી તઈ જશે, ચિંતા ન કરતા.