દુર્ઘટના@અમદાવાદ: AMTS બસ ચાલકે બાળકને અડફેટે લેતા ઘટના સ્થળે જ કરૂણ મોત

 
AMTS

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદના પ્રેમ દરવાજા પાસે AMTS બસની અડફેટે આવતા એક બાળકનું મોત થયું છે. બાળક સાયકલ લઈને બહાર નિકળ્યું હતું તે દરમિયાન બાળક એએમટીએસ બસની અડફેટે આવી ગયું હતું. અવારનવાર અનેક સરકારી બસોના ડ્રાઈવરો બેફામ થઈને ડ્રાઈવિંગ કરે છે. જેના પગલે અનેક નિર્દોષ લોકો તેનો ભોગ બને છે.

અમદાવાદ અકસ્માતમાં વ્હાલસોયાનો ગુમાવ્યા બાદ પરિવારજનોમાં આંક્રદનો માહોલ છવાયો છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અનેકવાર બસની અડફેટે લોકોના મોતની ઘટના સામે છે. છતાં પણ એમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરો સુધરવાનું નામ લેતા નથી.