બનાવ@અમદાવાદ: મુસાફરો ભરેલ AMTS બસમાં અચાનક લાગી ભીષણ આગ, જાણો પછી શું થયું ?

 
AMTS

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદની એમટીએસના બસમાં રોજ હજારો મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે એમટીએસની બસ જમાલપુર બ્રિજથી પાલડી તરફ જતી હતી તે દરમિયાન બસ બંધ થઈ ગઈ હતી. જે બાદ બસમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોકે, ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે એમટીએસની બસ અંદાજિત સાંજે 6.30 કલાકે જમાલપુર બ્રિજથી પાલડી તરફ જતી હતી તે દરમ્યાન મ્યુઝિયમ ચાર રસ્તા પાસે કોઈ કારણોસર બંધ થઈ ગઈ હતી.

આ તરફ ડ્રાઈવર પ્રવીણભાઈ નીચે ઉતરી ચેક કરતા એકદમ જ ધુમાડા અને આગની જ્વાળા દેખાતા તેમણે તરત જ બૂમ પાડી પ્રવાસીઓને નીચે ઉતારવા કહ્યું હતું. પરિણામે ડ્રાઈવરની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી છે. જોકે બસ આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયરવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવી રહી છે. ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.