ઘટના@વિજાપુર: પૂર્વ MLA રમણ પટેલના નામે ફર્નિચર વેચવાનો પ્રયાસ, જાણો શું છે સમગ્ર ઘટના ?
Updated: Dec 26, 2023, 11:53 IST
અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લામાં મારુતિ કાર વેચતા પૂર્વ ધારાસભ્યનાં નામે ફર્નિચર વેચવાનો પ્રયાસ કર્યાનો ઓડિયો વાયરલ થયો છે. સ્ટારલાઈન કાર ડીલરના ઓનર અને વિજાપુર પૂર્વ ધારાસભ્ય રમણલાલ પટેલના નામે ઠગાઈનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નકલી ફેસબૂક આઇડીથી છેતરપીંડી કરવાનો નવો કિમિયો સામે આવ્યો છે. જેમાં રમણલાલ પટેલનાં પરિચિત લોકોને તેમના નામે ફોન કરીને ફર્નીચર વેચવા ફોન કરાયો હતો.
CRPF માંથી જમ્મુ બદલી થઈ હોવાથી રૂપિયા 75 000 માં બધું ફર્નીચર વેચવાને ફોન કરવામાં આવ્યો હતો. આ માટે પહેલા ફેસબૂકમાં રમણલાલના નામે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી એક્સપ્ટ કરતા મોબાઈલ નંબર માંગી ફોન કરાયો હતો. સમગ્ર મામલે પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. ઘરનું ફર્નિચર તાત્કાલિક વેચાણ કરવાનું હોવાની વાત કરી અને એક વ્યક્તિને પોતાની વાતોમાં ફસાવ્યો હતો.