બ્રેકિંગ@ગુજરાત: ફરી ધ્રુજી ઉઠી કચ્છની ધરતી, 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો
Mon, 20 Feb 2023

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં ભૂકંપના આંચકા વધી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં ફરી ભૂકંપનો હળવો આંચકો આવ્યો છે. સોમવારે સવારે 11.41 વાગ્યે 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે દુધઈથી 28 કિમી દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું છે. અગાઉ પણ સૌરાષ્ટ્રના અમરેલી અને સુરતમાં હળવા ભૂકંપના આંચકા નોંધાઈ ચૂક્યા છે.
અગાઉ નવ-દસ દિવસ પહેલા પણ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. જે બાદ આજે ફરી એક વખત કચ્છની ધરા ધ્રૂજી છે. કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોમાં પણ ભયનો માહોલ જોવાા મળી રહ્યો છે. તે સમયે કચ્છમાં 3.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જ્યારે કચ્છના દુધઈથી 25 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.