રીપોર્ટ@દાહોદ: બોગસ કચેરીઓની તટસ્થ તપાસમાં અનેક નવા કૌભાંડીઓ ખુલી શકે, મચી દોડધામ

 
Dahod Police

અટલ સમાચાર, ડેસ્ક 

રાજ્યમાં અગાઉ નકલી અધિકારીઓ બાદ હવે નકલી સરકારી કચેરીનું કૌભાંડ સામે આવ્યું છે. વિગતો મુજબ છોટાઉદેપુરના બોડેલીમાં બોગસ સરકારી કચેરી ઊભી કરી, ભેજાબાજ નકલી અધિકારી બની કરોડોનો ચુનો લગાવનારે દાહોદ જિલ્લામાં પણ આવું જ કૌભાંડ કર્યાનું સામે આવ્યું છે. દાહોદ જિલ્લામાં એક નહીં સાગમટે અડધો ડઝન સરકારી કચેરી કાગળ પર ઉભી કરીને 100 કામો કરીને રૂ.18.59 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરતા પ્રાયોજના વહીવટદારના હિસાબી અધિકારીએ કૌભાંડીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

Kirit Patel
દિવાળી શુભેચ્છા જાહેરાત

છોટાઉદેપુર જિલ્લાની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા બોડેલીમાં નકલી સિંચાઈની કચેરીની ગત બે નાણાકીય વર્ષમાં 93 જેટલા કામોના સરકારી ગ્રાન્ટોના 4.15 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર સંદીપ રાજપૂત સામે ફરિયાદ નોંધાઇ હતી. આ તરફ તપાસની વચ્ચે આરોપીના બે મળતિયાઓની પણ ધરપકડ કરીને તપાસ માટે SITની બનાવી હતી. જેમા સંદીપે દાહોદ જિલ્લામાં પણ નકલી કચેરીઓ ઊભી કર્ર્યાનો પર્દાફશ થતાં હડકંપ મચી ગયો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સંદીપે દાહોદ અને ઝાલોદમાં છ બોગસ કચેરીઓ બનાવી હતી. દાહોદની પ્રાયોજના વહીવટદારની કચેરીના સિનિયર ક્લાર્ક ભાવેશભાઇ બામણિયાએ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018થી માર્ચ 2023 સુધી છ બોગસ કચેરીઓ ઊભી કરીને એસ.આર.રાજપુતે ખોટી દરખાસ્તો મારફ્તે સરકારી ગ્રાન્ટો લીધેલી છે. આ કચેરીઓ મારફ્ત 100 કામોની 18.59 કરોડની ગ્રાન્ટ મેળવીને સરકારને આર્થિક નુકસાન પહોંચાડયું છે.