ઘટના@અમદાવાદ: વટવા GIDCની અનાર કેમિકલ કંપની લાગેલ આગ પર ફાયર ટીમે મેળવ્યો કાબૂ
Sep 24, 2023, 13:55 IST
અટલ સમાચાર, ડેસ્ક
અમદાવાદ શહેરમાં છાસવારે આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે આજે શહેરમાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી જેમાં વટવા GIDCમાં આવેલી અનાર કેમિકલ ફેક્ટરીમાં સવારે 7.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.
આ આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના ફેસ-1માં બની હતી. મળતી માહિતી મુજબ આ આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યુ હતું અને આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ આગ લાગવાને પગલે આજુબાજુની ફેક્ટરીમાંથી લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા.