જાણીલેજો@અમદાવાદ: ઉત્તરાયણને લઈને શહેર પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
Updated: Jan 13, 2024, 09:30 IST
અટલ સમાચાર, ડેસ્ક
ઉત્તરાયણને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને 13/1/2024 થી લઈને 31/1/2024 સુધી કોઈ પણ વ્યક્તિ જાહેરમાર્ગ પર કોઈપણ વ્યક્તિને ઇજા અથવા ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહિ કે જાહેર માર્ગ પર પતંગ પકડી શકશે નહીં જે અંગે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાહેરનામાનાં ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર રહેશે.