સરાહનિય@મહેસાણા: વરસાદ વચ્ચે હાઇવે પર પડ્યો ખાડો, ખુદ તાલુકા PIએ કર્યું એવું કામ કે તમે પણ કહેશો વાહ......

 
Mehsana Police

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વિગતો મુજબ રાજ્યભરમાં બે દિવસની સતત વરસાદ પડી રહ્યો છે. આ તરફ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં અને હાઇવે પર ખાડા પડ્યાં હોવાનું પણ સામે આવ્યું છે. જોકે મહેસાણામાં પણ વરસાદને કારણે ખાડો પડી ગયા બાદ પોલીસની સરાહનિય કામગીરી સામે આવી છે. ખુદ મહેસાણા તાલુકા PI એ સ્ટાફ સાથે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે તાત્કાલિક ખાડાની આસપાસ બેરીકેટ લગાવ્યા હતા. 

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદની વચ્ચે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની અને રસ્તા પર ખાડા પડવાની ઘટના સામે આવી છે. આ તરફ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ અમદાવાદથી પાલનપુર તરફ જતા બાયપાસ હાઇવે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન અહીં વરસાદને કારણે રોડની સાઈડ તૂટી જતા ઊંડો ખાડો પડ્યો હતો. જેથી અહીં અકસ્માતની શક્યતા નકારી શકાય નહિ. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.વાણીયાને આ બાબત ધ્યાને આવી હતી. જે બાદમાં તાત્કાલિક અસરથી PI વી.આર.વાણીયા અને તેમની ટીમે ગાડી સાઈડ કરી અને રસ્તા પર પડેલ ખાડાની આજુબાજુ પથ્થરથી બેરીકેટ કરી દીધું હતું, જેથી અકસ્માતની ઘટનાને નિવારી શકાય. જેને લઈ ફરી એકવાર મહેસાણા પોલીસની આવી સરાહનીય કામગીરી સામે આવી છે.