રીપોર્ટ@બારીયા: જંબુસરમાં મનરેગાના તમામ કેટલસેડ ગ્રાઉન્ડ ઉપર છે ? ખુદ લાભાર્થીઓ અજાણ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશ
દેવગઢબારિયા તાલુકાના જંબુસર ગામમાં મનરેગાના પારદર્શક વહીવટમાં રોડ રસ્તાની શૃંખલા બાદ વ્યક્તિગત લાભાર્થી કામમાં કેટલસેડ તપાસનો સૌથી મોટો મુદ્દો કેમ બની શકે તે સમજવું પડશે. ગામમાં ચકચાર મચી છે કે, પાછલાં કેટલાંક વર્ષોમાં બનેલા કેટલસેડ જે ઓનલાઇન યાદીમાં બતાવે છે તે તમામ કેટલસેડ ગ્રાઉન્ડ ઉપર શોધ્યા જડતાં નથી. એટલે કે હવે 190થી વધુ કેટલસેડની ખરાઇ લાભાર્થીઓના હિતમાં જરૂરી બની છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના જંબુસર ગામમાં માટી મેટલ અને સીસી રોડની લેખિત વગરની ખરાઇ કરી બધું બરાબર હોવાનું મનરેગાવાળાએ જણાવ્યું છે. જોકે આ ઓરલી તપાસ ત્યારે શંકાસ્પદ બની કે જ્યારે સર્વે નંબર આધારે એક એક જગ્યાનો કોઈ રિપોર્ટ થયો નથી. હવે રોડ રસ્તાના જાહેર કામ સિવાય જંબુસર ગામમાં વ્યક્તિગત લાભાર્થીના કેટલસેડ મોટો ઘટસ્ફોટ કરી રહ્યા છે. ગત ચારથી પાંચ વર્ષમાં જંબુસર ગામમાં સરેરાશ 190 કેટલસેડ બન્યા હોવાની યાદી ઓનલાઇન છે પરંતુ ગામનાં જ રહેવાસી એવા કેટલાક જાગૃત નાગરિકોએ જાણ્યું કે, 190 કેટલસેડ ગ્રાઉન્ડ ઉપર ખરાઇ થતાં નથી. ગામનાં રહેતા જાગૃત નાગરિકો ઓનલાઇન નામ બતાવતા લાભાર્થીઓની યાદી જોઈ કેટલાક નામો સામે ત્યારે ચોંકી ગયા કે, અનેક લાભાર્થીને ત્યાં કેટલસેડ પહોંચ્યાં જ નથી. એક કેટલસેડ 35થી 45હજારની કિંમતના છે ત્યાં લાખો રૂપિયાની સીધી ગેરરીતિમાં કેટલાએ હાથ કાળા કર્યા તે તપાસનો વિષય છે.
સૂત્રોએ જણાવ્યું કે, મનરેગાના ઓનલાઇન લાભાર્થીઓ પૈકી અનેકને ખબર જ નથી કે, કેટલસેડ છે શું? 190થી વધુ લાભાર્થીઓને રૂબર મળી જો પારદર્શક તપાસ કરવામાં આવે તો જંબુસરમાં કેટલસેડનો મહાકાંડ મોટા માથાનો ખુલાસો કરી શકે તેમ છે. જાણકારોના મતે, સરેરાશ 190 લાભાર્થીઓને રૂબરૂ મળી પૂછતાં અને સ્થળ તપાસ કરતાં વધુમાં વધુ 2 દિવસ લાગે. આ 2 દિવસમાં કેટલસેડનો રીપોર્ટ મનરેગાનો વહીવટ અન્ય ગામો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. આ બાબતે ટીડીઓ દર્શનભાઈને જણાવતાં 2 દિવસ થયા પરંતુ હજુ સુધી કોઈ અપડેટ આવી શકી નથી તે પણ ઘણું કહી જાય છે. જોકે અટલ સમાચાર ડોટ કોમના અહેવાલમાં હજુ ઘણાં વિષયો આગામી રીપોર્ટમાં જણાવતાં રહેશુ.