ચકચાર@મહુવા: હોસ્પિટલમાં ઘૂસી હથિયારધારી શખ્સોએ ઈજાગ્રસ્ત યુવકને ઉતાર્યો મોતને ઘાટ

 
Mahuva Government Hospital

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના મહુવાની સરકારી હોસ્પિટલમાં ચારથી પાંચ શખ્સો ધારદાર હથિયારો સાથે ઘૂસીને આતંક મચાવ્યાની ઘટના સામે આવી છે. અચાનક હોસ્પિટલમાં હથિયારધારી શખ્સો ધસી આવતા દર્દીઓ અને તબીબોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. છ મહિના પહેલા થયેલી ફરિયાદની દાઝ રાખીને આ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

મળતા અહેવાલ પ્રમાણે બિપીન વાઘેલા અને તેમના સાગરીતો દ્વારા પહેલા મહુવાના ભૂતેશ્વર ગામે પ્રેમજીભાઈ નાનજીભાઈ સરવૈયાનાં ઘર પર પથ્થર મારો કરીને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને ભાગી છૂટ્યા હતા.ત્યાર બાદમાં આ ઘટનામાં ઈજાગ્રસ્તોને મહુવાની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા 6 થી 7 ઈસમો દ્વારા ત્યાં પણ હથિયારો સાથે ઘુસ્યા હતા.

સરકારી હોસ્પિટલમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. આ હુમલામાં મહુવા તાલુકાના નૈપ ગામના શરદ ભીલનું મોત નીપજ્યું છે.આ હુમલાની ઘટનામાં મોત નિપજતાં સમગ્ર ઘટના હત્યામાં પરિણામી છે. મહુવા Dysp સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં હતી.