બ્રેકિંગ@ગુજરાત: MLA હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યૂ, જાણો શું છે કારણ ?

અટલ સમાચાર, ડેસ્ક
વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે ધરપકડ વોરંટ ઇસ્યૂ કર્યું છે. ધ્રાંગધ્રાના હરીપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કેસ દાખલ કર્યો હતો. ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું છે.
ધ્રાંગધ્રા તાલુકાનાં હરિપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા યોજાઇ હતી. આ સમયે હાર્દિક પટેલે આચાર સંહિતાનો ભંગ કરતા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં ધ્રાંગધ્રા પાસના પ્રમુખ કૌશીક પટેલ અને હાર્દિક પટેલ ઉપર કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સિનિયર સિવિલ કોર્ટમાં ચાલતો હતો. જેમાં મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યુ કર્યું છે.