રિપોર્ટ@મહેસાણા: માર્કેટમાં આલ્ફાન્ઝો કેરીનું આગમન, એક પેટીનો ભાવ સાંભળી ચોંકી જશો

 
Mango

અટલ સમાચાર, ડેસ્ક

ઉનાળાની શરૂઆત સાથે હવે મહેસાણામાં આલ્ફાન્ઝો કેરીનું આગમન થઇ ચૂક્યું છે. નોંધનીય છે કે, કેરીઓની રાણી મનાતી આલ્ફાન્ઝો કેરીના વર્તમાન ભાવ આસમાને છે. વિગતો મુજબ આલ્ફાન્ઝો કેરી એક પેટીના ભાવ રૂ. 1200થી વેચાઈ રહી છે. એક પેટીમાં 12 નંગ કેરી આવતી હોય છે. પરિણામે જો એક કેરી દીઠ પૈસા ગણીએ તો 100 રુપિયા ખર્ચવા પડી શકે છે. 

મહેસાણા માર્કેટમાં મહારાષ્ટ્રથી રોજ સરેરાશ 15 ટન બદામ કેરીની આવક થાય છે. જે બાદમાં આ કેરીઓનું છુટક બજારમાં વેચાણ થાય છે. મહત્વનું છે કે, મહેસાણા ખેતીવાડી ઉત્પન્ન બજારના ફ્રૂટ માર્કેટમાંથી મહેસાણા જિલ્લા ઉપરાંત પાટણ-બનાસકાંઠાના વેપારીઓ કેરીની ખરીદી કરવા આવે છે. નોંધનીય છે કે, હાલમાં બદામ સિવાય અન્ય કેરીની આવક શરુ થઈ નથી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આલ્ફાન્જો કેરીની વાડીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં રત્નાગીરી ખાતે આવેલી છે. ત્યાંથી પેકિંગ થયા બાદ ગુજરાતમાં મોકલાઈ રહી છે. મહેસાણા શહેરના પિલાજી ગંજના વેપારીઓનું કહેવું છે કે, આપણાં વિસ્તારમાં ઉનાળા દરમિયાન કેસર કેરીની માંગ વધારે રહે છે. પરંતુ આ વર્ષે મે મહિનામાં જ કેસરની મજા માણવી પડશે.