ધાર્મિક@મુંબઈ: ગણેશ ચતુર્થીને લઈ લાલબાગ ચા રાજાનું આગમન, સામે આવી પ્રથમ તસવીર
અટલ સમાચાર, ડેસ્ક
મુંબઈમાંથી ગણેશ ચતુર્થીની શરુઆતના સંકેત મળી રહ્યા છે. 19 સપ્ટેમ્બર પહેલા મુંબઈના લાલબાગચા રાજાનું પ્રથમ લુક શુક્રવાર સામે આવ્યો છે. લાલબાગચા રાજા અથવા લાલબાગના રાજા, પુતલાબાઈ ચોલમાં આવેલ, મુંબઈમાં સૌથી વધારે જોવાતો ગણેશ પંડાલ છે. સામાન્ય માણસથી લઈને ખ્યાતનામ હસ્તીઓ, અહીં લાખો મુંબઈવાસીઓ પ્રતિષ્ઠિત મૂર્તિની એક ઝલક જોવા માટે વર્ષોવર્ષ લાંબી કતારોમાં ઊભા રહે છે. ગણેશ ચતુર્થી ઉત્સવની શરુઆત મૂર્તિને ઘર અથવા પંડાલમાં લાવવાથી થાય છે. આ ઉત્સવ 28 સપ્ટેમ્બર (અનંત ચતુર્થી)ના રોજ ભવ્ય વિસર્જન અથવા જળ નિકાસમાં વિસર્જન સાથે સમાપ્ત થાય છે.
લાલબાગનો ઈતિહાસ 1900ના દાયકાથી છે.જ્યારે પરેલના આખા વિસ્તારમાં કાપડ મિલોનું પ્રભુત્વ હતું. 1930ના દાયકામાં જ્યારે ઔદ્યોગિકરણ ચરમ પર હતું, ત્યારે કાપડ મિલોને પરિવર્તનના પરિણામ ભોગવવા પડ્યા. જેનાથી જીવન અને આજીવિકા પ્રભાવિત થઈ. કહેવાય છે કે, સ્થાનિક લોકો, જે મોટા ભાગે માછીમાર અને વેપારી હતી. તેઓ મદદ માટે ભગવાન ગણેશ પાસે આવ્યા. તેમને એક જમીનનો ટુકડો આપવામાં આવ્યો, જેન હાલમાં લાલબાગ બજારના નામથી ઓળખાય છે. સ્થાનિક લોકોએ તેને ગણેશજીના આશીર્વાદ તરીકે જોવે છે.
સન્માનની નિશાની તરીકે, તેમણે ગણપતિ ઉત્સવ માટે આ જમીનનું નામકરણ કરવાનો નિર્ણય કર્યો. આ જમીન પર લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના કરી હતી અને અહીં દર વર્ષે મૂર્તિ સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિને અલગ અલગ પરિધાન પહેરવામાં આવે છે અને રાજાની માફક તેમનું સ્વાગત કરવામાં આવે છે.
સમયની સાથે આ સમારંભનો આકાર અને સ્તર વધતું ગયું. એકથી એક ચડીયાતા ભવ્ય પંડાળ હરીફાઈ થતી રહી. આ મંડળ ફક્ત પોતાના કાર્યક્રમો માટે જ નહીં પણ પોતાના સામાજિક કાર્યો માટે પણ ઓળખાય છે. સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર, ડાયલિલિસ કેન્દ્ર ચલાવવાથી લઈને પુર રાહત કામમાં મદદ કરવા, સહિતની પરોપકારી પ્રવૃતિઓમાં એક મુખ્ય પરોપકારી તરીકે રિલાયન્સ ફાઉંડેશનના અનંત અંબાણી આગળ રહ્યા છે.