ચોમાસું@બનાસકાંઠા: કાંકરેજ પંથકમાં વરસાદ વરસ્યો, ખેડૂતોને આંશિક રાહત
Aug 20, 2023, 18:16 IST
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં અનેક દિવસોના વિરામ બાદ વરસાદ વરસતા રાહત સર્જાઈ છે. કાંકરેજ તાલુકાના આકોલી, શિહારી, કુવારવા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. લાંબા સમયથી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાત વિસ્તારના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. અન્ય કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ જામવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન જ વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોને સૌથી વધારે પાક મુરઝાવાની ચિંતા સતાવી રહી છે, આ દરમિયાન વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે. રવિવારે રાજ્યના અનેક હિસ્સાઓમાં મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ત્રણ દિવસ મેઘ મહેર જોવા મળી શકે છે.