અરવલ્લીઃ દારૂના દૂષણથી પત્નીએ કંટાળી બે બાળકોને ઝેરી દવા આપી પોતે પણ ઘટઘટાવી, દિકરા-દિકરીનું મોત
11

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લીમાં દારૂના દૂષણથી એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ બનાવમાં એક છ વર્ષના બાળકનું નિધન થયું છે, જ્યારે બે લોકોને બચાવ થયો છે. દાહોદના અન્ય એક બનાવમાં પુત્રના નિધન બાદ પિતાએ તેના વિયોગમાં આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પ્રથમ કેસમાં દારૂને કારણે ઘરકંકાસમાં એક બાળકે જીવ ગુમાવ્યો છે, જ્યારે બીજા કેસમાં પુત્રના મૃત્યુ બાદ આઘાત સહન ન કરી શકનારા પિતાએ આપઘાત કરી લીધો છે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


અરવલ્લી જિલ્લાના બાયડના વાત્રક ગઢ ગામ ખાતે એક મહિલાએ પોતાના બે સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. મહિલાએ સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં છ વર્ષના એક બાળકનું નિધન થયું છે. જ્યારે આઠ વર્ષની દીકરી અને માતાનો બચાવ થયો છે. મળતી માહિતી પ્રમાણે મહિલા અને તેના પતિ વચ્ચે દારૂ પીવાની કુટેવ બાબતે અવારનવાર ઝઘડા થતા હતા. મહિલાનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. જે બાદમાં મહિલાએ પોતાના બે સંતાનોને ઝેર આપીને પોતે પણ ઝેર ગટગટાવી લીધું હતું.

આ બનાવમાં મહિલાના છ વર્ષના બાળકનું મોત થયું છે, જ્યારે આઠ વર્ષની દીકરીનો બચાવ થયો છે. આ કેસમાં પોલીસે માતા વિરુદ્ધ પુત્રને ઝેરી દેવા પીવડાવવા મામલે હત્યાનો ગુનો દાખલ કર્યાો છે. મળતી માહિતી પ્રમાણે છ વર્ષના દીકરીનું હિંમતનગર સિવિલ ખાતે સારવાર દરમિયાન નિધન થયું હતું.


બીજા બનાવમાં દાહોદના સિંગવડના પાતા ગામ ખાતે એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરી લેનાર વ્યક્તિના દીકરાનું કેન્સરની બીમારીથી નિધન થયું હતું. જે બાદમાં પિતાએ ઘર આગળ ઝાડ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.