અરવલ્લી: શામળાજીને અલગ તાલુકો બનાવવા ધારાસભ્યની લેખિતમાં રજૂઆત

અટલ સમાચાર, અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું નવનિર્માણ થયું ત્યારથી શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે શામળાજી પંથકના અંતરીયાળ ગામોમાંથી 50 કિમીનું અંતર કાપીને અરજદારોને ભિલોડા પહોંચવામાં હાલાકી ભોગવવી પડે છે. ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાએ જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને લેખિત રજૂઆત કરી શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી હતી. ભિલોડા તાલુકામાં
 
અરવલ્લી: શામળાજીને અલગ તાલુકો બનાવવા ધારાસભ્યની લેખિતમાં રજૂઆત

અટલ સમાચાર, અરવલ્લી

સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લાનું નવનિર્માણ થયું ત્યારથી શામળાજી પંથકના પ્રજાજનોમાં શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી રહ્યા છે શામળાજી પંથકના અંતરીયાળ ગામોમાંથી 50 કિમીનું અંતર કાપીને અરજદારોને ભિલોડા પહોંચવામાં હાલાકી ભોગવવી પડે છે. ભિલોડાના ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાએ જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને લેખિત રજૂઆત કરી શામળાજીને અલગ તાલુકો બનાવવા માંગ કરી હતી.

અરવલ્લી: શામળાજીને અલગ તાલુકો બનાવવા ધારાસભ્યની લેખિતમાં રજૂઆત

ભિલોડા તાલુકામાં મોટા ભાગે આદિજાતી સમાજ વસે છે. તેમજ ભિલોડા તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ પણ ખુબ જ મોટો તાલુકો છે. ત્યારે શામળાજીના અંતરીયાળ ગામોમાંથી અરજદારોને તેમજ તાલુકા વાસીઓને 50 કિલોમીટરથી વધુનું અંતર કાપીને તેમજ બે બસો બદલીને તાલુકા મથકે પહોંચવું પડતું હોવાથી તાલુકાવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે ભિલોડાના ધારાસભ્યએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને શામળાજીને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.