દોડધામ@મોડાસા: પોલીસ કર્મચારીને ફરજમાં કોરોના, પરિવાર ક્વોરોન્ટાઈન
દોડધામ@મોડાસા: પોલીસ કર્મચારીને ફરજમાં કોરોના, પરિવાર ક્વોરોન્ટાઈન

અટલ સમાચાર,મોડાસા

લોકડાઉન વચ્ચ મોડાસાના પોલીસકર્મીનો અમદાવાદમાં ફરજ દરમ્યાન કોરોના પોઝિટીવ આવતા દોડધામ મચી છે. તેઓ છાશવારે પોતાના પરિવારને મળવા મોડાસા તાલુકાના ગામે આવતા હોવાથી આરોગ્ય તંત્રએ તેમના પરિવારજનોને હોમ ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આ સાથે તેમના સંપર્કમાં આવેલા તમામને શોધવા મથામણ શરૂ કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખડોદા ગામના એક વ્યક્તિ અમદાવાદ ખાતે પોલીસમાં ફરજ બજાવે છે. જોકે પોલીસતંત્રમાં ફરજ બજાવતા દરમ્યાન પોતાના પરિવારને મળવા છાશવારે તેઓ ખડોદા આવતા હતા. મંગળવારે પોલીસકર્મીની તબિયત લથડતા અમદાવાદમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે હડકંપ મચ્યો હતો. જીલ્લા આરોગ્ય તંત્રએ પોલીસકર્મીના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથધરી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસકર્મી પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયા હતા. જોકે કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કરતા પોલીસકર્મી તેના પરિવારને ખડોદા વતનમાં મૂકી ગયા હતા. આ દરમ્યાન પોલીસકર્મી છાશવારે પરિવારજનોને મળવા ખડોદા સતત અવર-જવર કરતા હતા. સોમવારે પોલીસકર્મી ફરજ પુરી કરી પરત ખડોદા પહોંચ્યા હતા. જોકે મંગળવારે પરત અમદાવાદ ગયા પછી પોલીસકર્મીની તબિયત લથડતા તેને સારવાર લીધી હતી.