છેતરપિંડી@માલપુર: બનાવટી લગ્ન કરાવી યુવક પાસે 1.75 લાખ પડાવ્યાં, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા માલપુર તાલુકાના ગામે 35 વર્ષિય યુવક સામે ત્રણ વ્યક્તિએ ભેગા મળી લગ્નના નામે 1.75 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. પંથકના 35 વર્ષિય યુવકના લગ્ન સમાજમાં થતાં ન હોઇ તેમને વાતોવાતથી અમદાવાદની મહિલાનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં મહિલાએ અન્ય યુવતિ બતાવી લગ્ન કરવા માટે 2 લાખની માંગ
 
છેતરપિંડી@માલપુર: બનાવટી લગ્ન કરાવી યુવક પાસે 1.75 લાખ પડાવ્યાં, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

માલપુર તાલુકાના ગામે 35 વર્ષિય યુવક સામે ત્રણ વ્યક્તિએ ભેગા મળી લગ્નના નામે 1.75 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. પંથકના 35 વર્ષિય યુવકના લગ્ન સમાજમાં થતાં ન હોઇ તેમને વાતોવાતથી અમદાવાદની મહિલાનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં મહિલાએ અન્ય યુવતિ બતાવી લગ્ન કરવા માટે 2 લાખની માંગ કરી હતી. જોકે લગ્નકરાર વખતે નોટરી કરાવવા જતાં આધારકાર્ડ ખુલતું ન હોઇ નોટરી થઇ ન હતી. જેથી યુવકે નોટરી કર્યા વગર મહિલાને 1,50,000 રોકડા આપ્યા હતા. આ તરફ 10 દિવસ બાદ માતાજીની બાધાનું કહી યુવતિ અમદાવાદ ગયા બાદ પરત નહીં ફરતાં ભાંડો ફુટ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના એક યુવકના ખોટા લગ્ન કરાવી 1.50 લાખની છેતરપિંડી કરાઇ છે. પંથકના યુવકની ઉંમર 35 વર્ષ જેટલી હોઇ અને સમાજમાં છોકરી મળતી ન હોઇ તેમણે અમદાવાદના શારદાબેન શર્માનો સંપર્ક કર્યો હતો. જે બાદમાં શારદાબેને ભાગ્યવતી નામની છોકરી અને તેની માતા મધુબેન અને કાકા અનિલભાઇ ગોહિલની મુલાકાત કરાવી હતી. જે બાદમાં ભાગ્યવતીના પરિવારજનોએ લગ્ન માટે હા પાડતાં રૂ.2,00,000ની માંગ કરી હતી. જેથી યુવકે લગ્ન માટે હા પાડ્યા બાદ 22-12-2020ના રોજ બધા બાયડ લગ્ન કરાર કરવા ભેગા થયા હતા.

છેતરપિંડી@માલપુર: બનાવટી લગ્ન કરાવી યુવક પાસે 1.75 લાખ પડાવ્યાં, 3 વિરૂધ્ધ ગુનો દાખલ

આ દરમ્યાન લગ્ન કરાર બાદ નોટરી કરાવવા જતાં મહિલાનું આધારકાર્ડ ઓનલાઇન નહીં ખુલતાં નોટરી થઇ ન હતી. જે બાદમાં ભોગ બનનાર યુવકે 1,50,000 રોકડા શારદાબેનને આપ્યા બાદ ભાગ્યવતી સાથે પોતાના ઘરે જતો રહ્યો હતો. આ તરફ 10 દિવસ બાદ ધનુબેને ફોન કરીને કહેલ કે, અમારે માતાજીની બાધા કરવા જવાનું હોઇ ભાગ્યવતીને મોકલી આપશો. જેથી બીજા દિવસે ભોગ બનનારની સાસુ ધનુબેન, અનિલભાઇ, શારદાબેન શર્મા રીક્ષા લઇને ભાગ્યવતીને લેવા આવતાં 25,000 લઇ અમદાવાદ લઇ ગયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અમદાવાદ ગયેલ પત્નિ પરત નહીં આવતાં ભોગ બનનાર યુવકે તેની સાસરીમાં ફોન કર્યો હતો. જોકે તેના સાસુ બિમાર હોવાનું કહી હજી વધુ દિવસો સુધી ભાગ્યવતી રોકાશે તેવું કહ્યુ હતુ. જે બાદમાં વારંવાર ફોન કરવા છતાં ભાગ્યવતીને પરત નહીં મોકલી ભોગ બનનાર યુવકનો નંબર બ્લોકમાં મુકી દીધો હતો. આ દરમ્યાન સમાચાર પત્રમાં ઉપરોક્ત વ્યક્તિઓના ફોટા સાથે બનાવટી લગ્નના સમાચાર સામે આવ્યા હતા. જેથી યુવકે અંજલિ ઉર્ફે ભાગ્યવતી પ્રકાશસિંહ વાઘેલા, હંસાબેન ઉર્ફે ધનુબેન ઉર્ફે નેહાબેન પ્રકાશસિંહ વાઘેલા અને અનિરૂધ્ધસિંહ ઉર્ફે મુન્નો ખુમાનસિંહ વાઘેલા સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય સામે આઇપીસી કલમ 406, 420, 120B મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.