ગંભીર@મેઘરજ: THO દ્વારા આરોગ્ય કર્મચારીને માનસિક ત્રાસની ફરિયાદ, કહ્યું નોકરી છોડવા મજબૂર, આટલા હદે?

 
Image
તાલુકા આરોગ્ય અધિકારી બલાત નોટીસ ફટકારે અને પછી લેખિતમાં સ્વિકારે, અજાણતાથી નોટીસ ફટકારી હતી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

મેઘરજ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફરજના એક કર્મચારીને કેટલા હદે માનસિક ત્રાસ હોઈ શકે તેની ચોંકાવનારી ફરિયાદ સામે આવી છે. આરોગ્ય કર્મચારીને એકદમ સામાન્ય ગણી શકાય તેવા નાના નાના મુદ્દા ઉભા કરી ઉપરાછાપરી નોટીસ ફટકારતાં કરાર આધારિત કર્મચારીએ નોકરી છોડવા નિર્ણય કરવો પડ્યો. આટલું જ નહિ નોકરી પછી તેના પરિવારને કંઈપણ થશે તો ટીએચઓ બલાત અને વધુ એક કર્મચારી બરંડાને જવાબદાર ગણીશુ તેવું લખીને જણાવતાં ખળભળાટ મચી ગયો છે. આ બાબતે કરારી આરોગ્ય કર્મીએ જણાવ્યું કે, ખોટી નોટીસ આપે અને પાછી પણ લઈ લે એટલે માનસિક રીતે કંટાળી ગયો છુ. આ બાજુ મેઘરજ ટીએચઓ બલાતને પૂછતાં જણાવ્યું કે, રૂબરૂ મળજો. જાણીએ સમગ્ર અહેવાલ.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના (છિકારી) વાઘપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિપુલ ડામોર કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા રહ્યા. આ દરમ્યાન મેઘરજ ટીએચઓ એક્વિન બલાત અવારનવાર વિઝીટ દરમ્યાન અને વિગતો મેળવી વિપુલ ડામોરને નોટીસ આપતાં હતા. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ધાબા ઉપર પાણી ભરાયુ અને પોરાં થયા તેવી બાબતોને ગંભીર બેદરકારી ગણી નોટીસ આપી હતી. આ સિવાય બીજા વિષયોમાં પણ નોટીસ આપવી, વોટ્સએપમાં હું જોઈ લઈશ આવીને એવા મેસેજ કરતાં ત્યારે સી.એચ.ઓ વિપુલ ડામોર માનસિક રીતે તૂટતા રહ્યા. આટલું જ એક નોટીસ તો એવી ફટકારી અને પછી કહ્યું અજાણતાથી ફટકારી હોઈ રદ્દ કરી છે. વાંચો નીચેના ફકરામાં અત્યંત દયજનક રજૂઆત ક્યાં થઈ.

સમગ્ર મામલે આરોગ્ય કર્મચારી વિપુલ ડામોર જણાવે છે કે, વારંવારની નોટીસ, કોઈને કોઈ વિષયમાં બોલે જાય, વોટ્સએપ મેસેજમા પણ લખે એટલે ગભરાહટ હેઠળ આવી ગયો છું. વધુમાં વિપુલ ડામોર જણાવે છે કે, મારો કરાર પૂર્ણ થયો છતાં પણ નોટીસ આપી હતી. આથી હવે મારે નોકરી કરવાની ઇચ્છા થતી નથી. આ બાબતે મેં ટી.એચ.ઓ બલાતને અને આરોગ્ય વિભાગને મેઈલ ઉપર રજૂઆત કરી છે. હવે આ બાબત ગંભીર પ્રકારના આક્ષેપો ધરાવતી હોઈ અરવલ્લી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને પૂછતાં જણાવ્યું કે, મારા ધ્યાનમાં નથી પરંતુ સોમવારે બંનેને બોલાવી હકીકત જાણીએ પછી ખબર પડે.