ગંભીર@મોડાસા: ટોકન વોટર ATMનું કાલે ઉદ્ધાટન બાદ આજે બંધ થતાં મુશ્કેલી

અટલ સમાચાર, મોડાસા કોરોના વાયરસની મહામારી વચ્ચે ગઇકાલે અષાઠી બીજે મોડાસા પાલિકા દ્રારા વોટર એટીએમ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જોકે ગણતરીના કલાકોમાં મશીન બંધ થઇ જતાં રાહદારીઓમાં છેતરપિંડી થઇ હોવાની લાગણી ઉભી થઇ છે. એક રાહદારીએ જણાવ્યુ હતુ કે, હજી ગઇકાલે જ ઉદ્ઘાટન કરાયેલ મશીનમાં પૈસા નાંખવા છતાં પાણી મળ્યુ ન હતુ. જેને લઇ
 
ગંભીર@મોડાસા: ટોકન વોટર ATMનું કાલે ઉદ્ધાટન બાદ આજે બંધ થતાં મુશ્કેલી

અટલ સમાચાર, મોડાસા

કોરોના વાયરસની મહામારી વચ્ચે ગઇકાલે અષાઠી બીજે મોડાસા પાલિકા દ્રારા વોટર એટીએમ મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ. જોકે ગણતરીના કલાકોમાં મશીન બંધ થઇ જતાં રાહદારીઓમાં છેતરપિંડી થઇ હોવાની લાગણી ઉભી થઇ છે. એક રાહદારીએ જણાવ્યુ હતુ કે, હજી ગઇકાલે જ ઉદ્ઘાટન કરાયેલ મશીનમાં પૈસા નાંખવા છતાં પાણી મળ્યુ ન હતુ. જેને લઇ પાલિકાની બેદરકારીથી લોકોને પાણીને માટે રૂપિયાના સિક્કા ગુમાવવાનો વારો આવ્યો છે.

અરવલ્લી જીલ્લાની મોડાસા પાલિકા દ્રારા રાહદારીઓને શુધ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે ટોકન વોટર એટીએમ મશીનનું ઉદ્ઘાટન ગઇકાલે અષાઢીબીજના દિવસે કરવામાં આવ્યા હતુ. જોકે ટોકન વોટર ATM ઉદ્ઘાટનના 10 કલાકમાં બંધ થતાં તરસ્યા ગરીબ અનેક લોકોએ પાણી પીવા ટોકન પેટે એક રૂપિયો નાંખવા છતાં પાણી નહિ મળતાં આક્રોશ ઉભો થયો છે.

સમ્રગ મામલે જીલ્લા પંચાયત ન્યાય સમિતીના ચેરમેન રેવાભાઇએ જણાવ્યુ હતુ કે, તેમણે પોતે પણ એક રૂપિયાનો સિક્કો નાંખતા પાણી નહિ આવતા મુશ્કેલી સર્જાઇ છે. જેને લઇ પંથકના રાહદારીઓ અને નગરજોમાં છેતરાયા હોવાની લાગણી ઉભી છે. પ્રશાસન વહેલામાં વહેલી તકે આ ટોકન વોટર એટીએમ રીપેર કરાવે તેવી લોકમાંગ પંથકમાં ઉઠી રહી છે.