હડકંપ@શામળાજી: ટ્રકમાંથી 14 લાખનો દારૂ ઝડપાયો, 1ની અટકાયત
અટલ સમાચાર, શામળાજી
કોરોનાના કહેર વચ્ચે બુટલેગરો બેફામ બન્યા હોવાથી વારંવાર મોટીમાત્રામાં દારૂ ઝડપાઇ રહ્યો છે. શામળાજી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન અણસોલ ગામ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. પોલીસે કાર્યવાહી દરમ્યાન રૂ.14,30,400નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે કુલ રૂ. 25,56,900નો મુદ્દામાલ ઝબ્બે કરી એક ઇસમની અટકાયત કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લાના શામળાજી પાસેના અણસોલ ગામની સીમમાંથી પોલીસે બાતમી આધારે મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ આવતો હોવાથી બાતમી આધારે અણસોલ ગામની સીમમાં વાહન ચેકિંગ દરમિયાન કે.એચ.સીસોદીયા પોલીસ સબ ઇન્.પેક્ટર શામળાજી પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ સાથે હતા. આ દરમ્યાન ઉ.વ.27, મુકેશ પ્રેમજી પટેલ, રહે. ટીગારીયા બાદશાહ, ઇન્દ્રોર, મધ્યપ્રદેશની ટ્રક અટકાવી તલાશી લીધી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પોલીસે ટ્રક નંબર HR.74.5253 માં થી ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ નંગ 298 જે કુલ બોટલ નંગ 3576 જેની કિ.રૂ.14,30,400નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે ટ્રકની કિ.રૂ.10.00.000, એક મોબાઇલ કિ.રૂ.500, હરીયાણા પોષ્ટીક બ્રાન્ડ બેગ નંગ 500 જેની કિ.રૂ.220 મલી કુલ કિ.રૂ.1,10,000, રોકડ રૂપિયા રૂ.16000 મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.25,56,900ના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે એક આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.