હડકંપ@શામળાજી: વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો 23.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી કોરોનાકાળ વચ્ચે શામળાજી પોલીસે વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. 31 ડીસેમ્બર પહેલાં બુટલેગરો દ્રારા અવનવા કીમિયા અપવાની વિદેશી દારૂ ગુજરાત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તરફ શામળાજી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન 23.52 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. કાર્યવાહી
 
હડકંપ@શામળાજી: વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો 23.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

અટલ સમાચાર ડોટ કોમ, શામળાજી

કોરોનાકાળ વચ્ચે શામળાજી પોલીસે વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતાં હડકંપ મચી ગયો છે. 31 ડીસેમ્બર પહેલાં બુટલેગરો દ્રારા અવનવા કીમિયા અપવાની વિદેશી દારૂ ગુજરાત લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ તરફ શામળાજી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન 23.52 લાખનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી છે. કાર્યવાહી દરમ્યાન શામળાજી પોલીસે બે ઇસમોને ઝડપી કુલ કિ.રૂ.32.56 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

હડકંપ@શામળાજી: વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો 23.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

નાયબ પોલીસ મહાનિરીક ગાંધીનગર, અભય ચુડાસમા અને અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતે પ્રોહિબિશન લગત કાર્યવાહી કરવા કડક સુચના આપેલ છે. જે અનુસંધાને શામળાજી PSI એ.એમ.દેસાઇ, APC દિનેશભાઇ, AHC જગદિશકુમાર, APC નરેન્દ્રસિંહ, LR વિશ્વદિપસિંહ, રણધિરસિંહ સહિતનો પોલીસ સ્ટાફ અણસોલ ચેક પોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતો. આ દરમ્યાન એક શંકાસ્પદ ટ્રક આવતાં તેને રોકી તલાશી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી.

હડકંપ@શામળાજી: વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો 23.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, પોલીસે ટ્રકમાંથી વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો વિદેશી દારૂની પેટીઓ નંગ-440 કિ.રૂ.23,52,000નો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે મોબાઇલ નંગ-2 કિ.રૂ. 4,000, ટાટા ટ્રકની કિ.રૂ.9,00,000 મળી કુલ કિ.રૂ.32,56,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી બે ઇસમોને ઝડપી તેમની પુછપરછ કરતાં હરીયાણાના એક શખ્સે દારૂ ભરી આપ્યો હોઇ ત્રણેય સામે પ્રોહી એક્ટની 65(A),(E), 116B, 98(2), 81 કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હડકંપ@શામળાજી: વેસ્ટ કોટનની આડમાં લઇ જવાતો 23.52 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

આ રહ્યા આરોપીઓના નામ

  1. સંજીવકુમાર સુરતારામ ગડરીયા, ઉ.વ.35, ધંધો-ડ્રાઇવિંગ, રહે. મઇન ગલી, સરકારી સ્કુલ સામે (સાલેપુર) તા.ભરાડા, જી.અંબાલા, હરીયાણા
  2. મહેશ્વરમલ્લા કાર્તિકમલ્લા બગડી, ઉ.વ.23, રહે.પાન્ડુઆ, તા.પત્રસયેર,જી.બનકુરા (પ.બંગાળ)
  3. ઠ્ઠુઠ્ઠી જાટ, રહે. ખરખોડા, જી. સોનીપત (હરીયાણા) દારૂ ભરી આપનાર