ઘટના@ભીલડી: દારૂ કેસમાં તપાસ અર્થે ગયેલી પોલીસ ઉપર હુમલો થતાં ચકચાર
અટલ સમાચાર, ડીસા ગુજરાતમાં પોલીસ ઉપર હુમલો થવાની બાબતો અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ ગુજરાત પોલીસ ઉપર રાજસ્થાનમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. દારૂના કેસમાં તપાસ અર્થે સાંચોર ગયેલી ભીલડી પોલીસ ઉપર બુટલેગરે ફાયરિંગ કરી જાન થી મારી નાંખવાની ફરિયાદ PSI દ્વારા સાંચોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અટલ
Mar 7, 2020, 12:10 IST
અટલ સમાચાર, ડીસા
ગુજરાતમાં પોલીસ ઉપર હુમલો થવાની બાબતો અવારનવાર સામે આવતી હોય છે. પરંતુ ગુજરાત પોલીસ ઉપર રાજસ્થાનમાં હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. દારૂના કેસમાં તપાસ અર્થે સાંચોર ગયેલી ભીલડી પોલીસ ઉપર બુટલેગરે ફાયરિંગ કરી જાન થી મારી નાંખવાની ફરિયાદ PSI દ્વારા સાંચોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાની ભીલડી પોલીસ દારૂના કેસમાં તપાસ અર્થે રાજસ્થાનના સાંચોર ગયા હતા. જ્યાં બૂટલેગરના સાગરીતે ભીલડી પોલીસની ગાડી પર બુટલેગર ની ગાડી નાખવાની કોશિશ કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે બુટલેગર ના માણસે ફાયરિંગ થી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ભીલડી પોલીસે સાંચોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની હાથ ધરી તજવીજ હાથ ધરી છે