ખેડબ્રહ્મા: બાવળ કાઠિયા નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે અકસ્માતમાં 1 નું મોત
અટલ સમાચાર,ખેડબ્રહ્મા ખેડબ્રહ્માનાના બાવળ કાઠિયા નજીક બુધવારે ડમ્પર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે એક વ્યકિતનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયુ હતુ. ખેડબ્રહ્મા થી અંબાજી તરફ જતા મોપેડ ચાલકનું અકસ્માતમાં મોત થયુ છે. ઈડરના બરવાવના યુવકો એક્ટિવા પર અંબાજી તરફ જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તને તાત્કાલિક
May 29, 2019, 18:27 IST

અટલ સમાચાર,ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માનાના બાવળ કાઠિયા નજીક બુધવારે ડમ્પર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે એક વ્યકિતનું ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજયુ હતુ.
ખેડબ્રહ્મા થી અંબાજી તરફ જતા મોપેડ ચાલકનું અકસ્માતમાં મોત થયુ છે. ઈડરના બરવાવના યુવકો એક્ટિવા પર અંબાજી તરફ જઈ રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તને તાત્કાલિક 108 દ્વારા સારવાર અર્થે ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા ખેરોજ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.