આક્રોશ@મોડાસા: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે MLAની શર્ટ કાઢી રામધૂન, 10ની અટકાયત

અટલ સમાચાર, મોડાસા કોરોના મહામારી વચ્ચે આયોજનના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી બાયડ ધારાસભ્યએ કલેક્ટર કચેરીમાં શર્ટ નિકાળી અને રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો. આજે ધારાસભ્યએ કલેક્ટર કચેરીએ જઇ શર્ટ નિકાળી રામધૂન કરતાં દરમ્યાન જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાયા હતા. જોકે બાદમાં પોલીસે રામધૂન કરી પ્રદર્શન કરનાર ધારાસભ્ય સહિત 10 લોકોની અટકાયત કરી હતી. અટલ
 
આક્રોશ@મોડાસા: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે MLAની શર્ટ કાઢી રામધૂન, 10ની અટકાયત

અટલ સમાચાર, મોડાસા

કોરોના મહામારી વચ્ચે આયોજનના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી બાયડ ધારાસભ્યએ કલેક્ટર કચેરીમાં શર્ટ નિકાળી અને રામધૂન કરી વિરોધ નોંધાવ્યો હતો.

આક્રોશ@મોડાસા: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે MLAની શર્ટ કાઢી રામધૂન, 10ની અટકાયત

આજે ધારાસભ્યએ કલેક્ટર કચેરીએ જઇ શર્ટ નિકાળી રામધૂન કરતાં દરમ્યાન જીલ્લાનાં કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાયા હતા. જોકે બાદમાં પોલીસે રામધૂન કરી પ્રદર્શન કરનાર ધારાસભ્ય સહિત 10 લોકોની અટકાયત કરી હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે શર્ટ નિકાળી કલેક્ટર કચેરીમાં રામધૂન કરી હોવાની ઘટના સામે આવી છે. આયોજનના કામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર હોવા અંગે જીલ્લા કલેક્ટરનું ઘ્યાન ખેંચી ભ્રષ્ટાચારને રોકવાની અને લોકોના કામ સારી રીતે કરવાની માંગ સાથે આવનાર દિવસોમાં આ આંદોલન તેજ અને વ્યાપક બનાવવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ધારાસભ્ય દ્રારા કલેક્ટર ઓફીસમાં જ શર્ટ નીકાળી અને રામધૂન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આક્રોશ@મોડાસા: ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે MLAની શર્ટ કાઢી રામધૂન, 10ની અટકાયત