ગભરાહટ@ભિલોડા: યાત્રિકોની બસમાં લૂંટના ધ્રુજાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા
અટલ સમાચાર, ભિલોડા
મોડાસા તાલુકાના વાંટડા ટોલ પ્લાઝા નજીક એક લકઝરીમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. બાઈક સવાર કેટલાક શખ્સો આવીને બસ રોકે છે અને યાત્રાળુઓ સાથે પોતાનો રોફ જમાવે છે. ત્યારબાદ આ શખ્સો ઉશ્કેરાતા તમામ લૂંટારૂઓ લકઝરીમાં ચઢી જઇને બસમાં સવાર આઠ જેટલા મુસાફરોને ઇજા પહોંચાડી લૂંટ ચલાવી હતી. આ તમામ ઘટનાની હચમચાવી દે તેવી તસ્વીરો સામે આવી છે.
અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવી રહેલી લકઝરી બસના ચાલકે બાઈક ચાલકને સાઈડ આપવા જેવી સામાન્ય બાબતમાં અટકાવી હતી. લકઝરી બસમાં રહેલા યાત્રાળુઓ સાથે મારપીટ કરતા સ્થાનિક બાઈક ચાલકના ૧૫થી વધુ શખ્સોએ પહોંચી યાત્રાળુઓને ઢોર માર મારી લૂંટી લેતા ભારે હાહહકાર મચ્યો હતો.
અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો
લૂંટારૂઓએ મહિલાને પણ માર માર્યો હતો. ૩ મુસાફરોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ગાંધીનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
મુસાફરોના જણાવાયા અનુસાર તેમની પાસેથી રોકડ અને દાગીના મળી અંદાજિત બે લાખ રૂપિયાની માલમત્તા છીનવી લીધી હતી. જ્યારે તેમના પર હુમલા થયો કે તરત જ તેમનામાંથી કેટલાકે પોલીસને ફોન કર્યો હતો પણ પોલિસ બે કલાક બાદ પહોંચી હતી જેના કારણે લૂંટારૂઓને મોકળુ મેદાન મળ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.