કાર્યવાહી@મોડાસા: 4 રીક્ષામાંથી બેટરી ચોરાયાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા મોડાસા શહેરમાં એકસાથે 4 રીક્ષામાંથી બેટરી ચોરાવાની ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ ગત શનિવારે રાત્રે શહેરમાં એકસાથે 4 રીક્ષામાંથી બેટરીઓની ચોરી થઇ હતી. જે બાબતે મોડાસા ટાઉનના મહિલા PIએ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ચોક્કસ બાતમી આધારે એક ઇસમને ચોરીની બેટરીઓ અને
 
કાર્યવાહી@મોડાસા: 4 રીક્ષામાંથી બેટરી ચોરાયાના ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા શહેરમાં એકસાથે 4 રીક્ષામાંથી બેટરી ચોરાવાની ઘટનાના ગણતરીના કલાકોમાં પોલીસે ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ ગત શનિવારે રાત્રે શહેરમાં એકસાથે 4 રીક્ષામાંથી બેટરીઓની ચોરી થઇ હતી. જે બાબતે મોડાસા ટાઉનના મહિલા PIએ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં ચોક્કસ બાતમી આધારે એક ઇસમને ચોરીની બેટરીઓ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રીક્ષા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે ઇસમને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસામાં શહેરમાં શનિવારે એકસાથે 4 રીક્ષામાંથી બેટરીઓની ચોરી થઇ હતી. જે મામલે મોડાસા ટાઉન પોલીસ મથકે ફરીયાદ નોંધાયા બાદ મોડાસા ટાઉન PI નિમીકાબેન જી ગોહિલે તપાસ શરૂ કરી હતી. આ દરમ્યામ વધુ તપાસ વખતે બાતમી મળી હતી કે, મોડાસા સર્વોદયનગર ડુગરી વિસ્તારમાં રહેતાં અલ્પિત ઉર્ફે અલ્પો ભરતભાઇ રાવળે ચારેય રીક્ષામાંથી બેટરીઓની ચોરી કરી પોતાની રીક્ષામાં લઇને આવી રહ્યો છે. જેથી તાત્કાલિક વોચ ગોઠવી ઇસમને ઝડપી પાડી બેટરની નંગ-4 કિ.રૂ.12,000 અને રીક્ષા કિ.રૂ.80,000 મળી કુલ કિ.રૂ.92,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.