સપાટો@મોડાસા: કન્ટેનરમાં ગુપ્તખાનું બનાવ્યું, LCBએ ગેસ કટરથી કાપી 14.47 લાખનો દારૂ ઝડપ્યો
સપાટો@મોડાસા: કન્ટેનરમાં ગુપ્તખાનું બનાવ્યું, LCBએ ગેસ કટરથી કાપી 14.47 લાખનો દારૂ ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, મોડાસા

મોડાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અરવલ્લી LCBએ મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યુ છે. અરવલ્લી LCB PIને મળેલ બાતમી આધારે ટીમ વાંટડા ટોલનાકા પાસે વાહનચેકીંગમાં હતી. આ દરમ્યાન બાતમીવાળું કન્ટેનર આવતાં તેને રોકી તલાશી લેતાં પ્રાથમિક દ્રષ્ટિએ ખાલી હોવાનું જણાયું હતુ. જોકે ચોક્કસ બાતમી હોઇ ઝીણવટભરી તપાસ કરતાં કન્ટેનરમાં ગુપ્તખાનું હોવાનું સામે આવ્યુ હતુ. જેથી ગેસ કટરથી કાપીને તપાસ કરતાં અંદરથી 14.47 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ તરફ કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હોઇ LCBએ ક્લિનરને ઝડપી બંને સામે મોડાસા રૂરલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે પ્રોહીબીશન લગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ છે. જે અનુસંધાને LCB PI આર.કે.પરમારના માર્ગદર્શન હેઠળ ASI મોહનસિંહ, મોહનસિંહ, અનિલકુમાર, અ.હે.કો. નરેન્દ્રસિંહ, હરેશકુમાર, મનીશકુમાર, દિલીપભાઇ, ઇમરાનખાન, નિલેશકુમાર સહિતની ટીમ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન PI ને મળેલ બાતમીવાળું કન્ટેનર આવતાં ચેક કરતાં પ્રાથમિક દ્રષ્ટીએ કન્ટેનર ખાલી હોવાનું જણાયુ હતુ. જેથી વધુ તપાસ કરતાં કન્ટેનરમાં બનાવેલા ગુપ્તખાનામાં વિદેશી દારૂ હોવાનું ખુલ્યુ હતુ.

સપાટો@મોડાસા: કન્ટેનરમાં ગુપ્તખાનું બનાવ્યું, LCBએ ગેસ કટરથી કાપી 14.47 લાખનો દારૂ ઝડપ્યો

સૂત્રોએ જણાવ્યું હતુ કે, અરવલ્લી LCB PIની સક્રિયતાથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. ગઇકાલે ચોક્કસ બાતમી આધારે કન્ટેનરમાંથી વિદેશી દારૂ બોટલો નંગ-2412 જેની કિ.રૂ. 14,47,200નો દારૂ ઝડપાયો હતો. આ સાથે ટ્રકની કિ.રૂ.10,00,000 મળી કુલ કિ.રૂ.24,47,200નો મુદ્દામાલ ઝડપી લેવાયો છે. આ સાથે આરોપીઓ સામે મોડાસા રૂરલ પોલીસ મથકે પ્રોહી એક્ટ કલમ 65(a), 65(e), 116-B, 81, 98(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  1. રવિ શ્રીપાલ પાલ, રહે.સરોરા તા.ઊંઝાની, જી.બદાયું, ઉત્તરપ્રદેશ (ઝડપાયેલ ઇસમ)
  2. સોમવીર (ફરાર આરોપી-કન્ટેનર ચાલક)