અરવલ્લીઃ થર્ટી ફર્સ્ટની દારૂની પાર્ટી કરતા બે નાયબ મામલતદાર ઝડપાયા, જાણો વિગતે
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લીના માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર અણીયોર ગામે દારૂના નશામાં મળી આવ્યા હતા. આ મામલે DySPની ટીમે તમામને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે મહેસુલ મંત્રીએ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બંને નાયબ મામલતદારો વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવાનું જણાવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આવેલા અરવલ્લી જિલ્લાના અણિયોર ગામમાં પોલીસની ટીમ ત્રાટકી હતી. જ્યાં ગીતા કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપની પાછળની ઓરડીમાં થર્ટી ફર્સ્ટની દારૂની મહેફિલ ચાલતી ઝડપાઈ હતી. આ દારૂની મહેફિલમાં બે સરકારી બાબુઓ પોલીસના હાથ ચડ્યા હતા.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


પોલીસ દારૂની મહેફિલ માણતા માલપુર અને બાયડના નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. આ ઉપરાંત મહેફિલમાં અન્ય બે વ્યક્તીઓ પણ હાજર હતા. પોલીસે ઓરડીમાં રહેલા તમામની પૂછપરછ કરતા આરોપીઓ તોતડાતી જીભે નામ બોલી રહ્યા હતા.


જેથી તેમનું મોઢું સુંઘવા પર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે બંને આરોપીઓને બાદમાં સીધી લીટીમાં ચાલવાનું કહેતા તેઓ લથડિયા ખાઈને ચાલી રહ્યા હતા. પોલીસે બંને સરકારી અધિકારી પાસે દારૂની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ ન હોવાનું જણાયું હતું. જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.