હવામાન@અરવલ્લી: મધરાત્રે આવેલ કમોસમી વરસાદથી ઠંડક પ્રસરી તો ખેડુતો બન્યા ચિંતિત
Updated: Apr 29, 2023, 11:44 IST

અટલ સમાચાર, ડેસ્ક
હવામાનની આગાહી મુજબ શુક્રવારે મોડી રાતે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મોડાસા, ઈસરોલ, ભિલોડા સહિત જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ વરસ્યો છે. અહીં મોડી રાત્રે ગાજ વીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
અરવલ્લી જિલ્લામાં ઉનાળામાં ગરમીને બદલે વરસાદ વરસવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતોએ ઉનાળુ પાકમાં ઘાસચારો અને બાજરી તેમજ શાકબાજી જેવા પાકોનું વાવેતર કર્યું છે જેને ઘણાં જ નુકસાનની ભીતી છે. મહત્વનું છે કે, ગઈકાલે શુક્રવારે પણ અમદાવાદ,પાટણ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ અને કચ્છ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.