રોષ@ડીસા: આર્યન મોદી હત્યા કેસના આરોપીઓને સજાની માંગ, મોદી સમાજે કેન્ડલ માર્ચ યોજી

 
Modi Samaj Deesa

અટલ સમાચાર, ડેસ્ક

પાલનપુર પ્રેમ પ્રકરણમાં કોલેજીયન યુવકના અપહરણ બાદ તેની હત્યાની ઘટનાને લઈ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસામાં મોદી સમાજ દ્વારા સ્વ.આર્યન મોદીને શ્રદ્ધાંજલિ આપી કેન્ડલ માર્ચ યોજી પીડિત પરિવારને ન્યાય મળે અને આવા નરાધમોને કડક સજા થાય તેવી માગ કરી છે. 

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં કોલેજીયન વિદ્યાર્થી આર્યન મોદીનું તાજેતરમાં જ અપહરણ કરી તેને ઢોર માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે આર્યન મોદીનું યુવકનું મોત નીપજતા મોદી સમાજ સહિત અન્ય સમાજ પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ડીસામાં મોદી સમાજ દ્વારા સાંઈબાબા મંદિર આગળ સ્વ.આર્યન મોદીને શ્રદ્ધાંજલિ આપી તેની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી અને કેન્ડલ માર્ચ યોજી પીડિત પરિવારને ન્યાય મળે અને આવા નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી હતી.