આસ્થા@અંબાજી: વિવાદને અંતે મોહનથાળ શરૂ થતાંની સાથે જ ચીકીનું વેચાણ ઘટ્યું ? જાણો એક જ ક્લિકે

 
Ambaji

અટલ સમાચાર, ડેસ્ક 

યાત્રાધામ અંબાજી મંદિરમાં 15 દિવસના અંતે માતાજીનો મોહનથાળના પ્રસાદનું વિતરણ શરૂ થયું છે. માં અંબાના દર્શનાર્થે આવેલા ભક્તો મોહનથાળનો પ્રસાદ હાથમાં આવતા જ જાણે માતાજીનો સાક્ષાત્કાર થતો હોવાનો ભાવ પ્રગટ કરતા જોવા મળ્યા હતા. સાંજ સુધીમાં તો મોહનથાળના 11985 પેકેટની સામે માત્ર 1305 પેકેટ ચીકીનું વેંચાણ થયું હોવાનું સામે આવ્યું છે. 

બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શુક્રવારથી પુન: મોહનથાળનો પ્રસાદ શરૂ થતાં ભાવિક ભક્તો ભાવ વિભોર બન્યા હતા. શુક્રવારે ચાલુ દિવસ હોવાને લઈ સાંજ સુધીમાં માડ 5થી 6 હજાર યાત્રિકોએ માં અંબાના દર્શન કર્યા હોવાનું ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. જ્યાં સાંજ સુધીમાં મોહનથાળના 11985 પેકેટ સામે માત્ર 1305 પેકેટ ચીકીનું વિતરણ થયું હતું. ભટ્ટજી મહારાજે જણાવ્યું હતુ કે, ભક્તોની પ્રસાદ માટે એવી તાલાવેલી જોવા મળી કે, જાણે હવે પ્રસાદ મળવાનો જ ન હોય, એમ મોટી માત્રામાં યાત્રિકોએ મોહનથાળનો પ્રસાદ ખરીધ્યો હતો.