ઘટના@સુરત: આશ્રમશાળાના શિક્ષકે 4 બાળકીઓ સાથે અડપલાં કર્યા, આદિજાતિ વિભાગે શરૂ કરી તપાસ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખોડાંબા આશ્રમશાળાના શિક્ષકે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી બાળકીની છેડતી મામલે તપાસ શરૂ થઈ છે. રાજ્ય સરકારના આદિજાતિ વિભાગની ટીમે આશ્રમશાળા પહોંચી તપાસ શરૂ કરી હતી. માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખોડાંબા આશ્રમશાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા હાર્દિક સુધીરભાઈ પંડ્યા જ્યાં ફરજ બજાવે છે. તેઓ ખોડાંબા આશ્રમશાળામાં રહે પણ છે. આશ્રમશાળામાં બાળકીઓ અભ્યાસ કરતી હોય અંગ્રેજીના શિક્ષક હાર્દિક પંડ્યાના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો. 

આશ્રમશાળાની ચાર જેટલી બાળકીઓ સાથે શારીરિક અડપલાં કર્યાના આરોપ લાગ્યા હતા. જે મામલો રાજ્ય સાકાર પણ ગંભીર બની છે. તપાસ શરૂ કરાઇ હતી. જે તપાસમાં હવે રાજ્ય સરકારના આદિજાતિ વિભાગની એક ટીમ તપાસ માટે આશ્રમશાળા પહોંચી હતી. જ્યાં આશ્રમ શાળાના બાળકો, શિક્ષકો તેમજ આચાર્ય સહિતનાના નિવેદનો લેવાયા હતા. આદિજાતિ વિભાગના કર્મચારીઓ દ્વારા આશ્રમશાળા ખાતે તમામના નિવેદનો લઇને રાજ્ય સરકારના આદિજાતિ વિભાગને રિપોર્ટ સુપ્રત કરવામાં આવનાર છે. હાલ તો માંડવી પોલીસે પોકસો એક્ટ ઉપરાંત અનુસૂચિત જાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી શિક્ષક હાર્દિક સુધીરભાઈ પંડ્યાને જેલ હવાલે કરી દીધો હતો. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે પણ ત્યાં અભ્યાસ કરતા અન્ય બાળકોની પણ પૂછપરછ આદરી હતી.