ACB@અમદાવાદ: ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના ASI લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા
Updated: Oct 24, 2023, 15:36 IST
અટલ સમાચાર, ડેસ્કગુજરાતમાં પોલીસકર્મીને મલાઈ ખાવી ભારે પડી રહી છે. અમદાવાદ શહેરમાંથી વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે. ACBએ ટ્રેપ ગોઠવીને અમદાવાદ ગ્રામ્યના ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના ASI લાંચ લેતાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા.
મળતા અહેવાલ પ્રમાણે સગીરાને ભગાડીને લઈ ગયેલા યુવકના કેસના સમાધાન અંગે ASIએ કેસની પતાવટ અંગે યુવકના કાકા પાસેથી 5 થી 7 લાખની માંગણી કરી હતી. પૈસા લઈને ASI કરણસિંહ ગોહિલના બંગલે રૂપિયા લઇને બોલાવ્યા હતા. જોકે અંતે ACBએ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીને ઝડપી પાડ્યો હતો.
આ પોલીસ અધિકારીએ અગાઉ કોઈ કેસમાં લાંચ લીધી છે કે કોઈ સેટલમેન્ટ કર્યું છે તે પૂછપરછ બાદ જ સામે આવશે. તો બીજી તરફ પ્રાથમિક માહિતી અનુસાર સરપંચ અને ASIને સારા સંબંધ હોવાથી સમાધાન કરાવ્યું હતું. પોક્સો કેસની પતાવટ અંગે લાખો રૂપિયાની માંગણી કરી હતી.