ACB@મહેસાણા: ક્ષય કેન્દ્ર મેડિકલ ઓફીસરની ચેમ્બરમાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર 30,000ની લાંચ લેતા ઝડપાયા
Updated: Feb 28, 2024, 13:52 IST
અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણામાં આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (ક્લાસ-2) રૂ.30,000ની લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપાયા છે. ઓફિસ ઓફ ધી પ્રિંસિપલ એકાઉન્ટન્ટ જનરલ ઓડિટ 1 , રાજકોટના અધિકારી લખનસિંહ ગિરધારીલાલ મીણા લાંચ લેતા ઝડપાયા છે. મહેસાણા એસિબી અધિકારી એસ.ડી. ચાવડાએ ટ્રેપ કરી આ લાંચિયા અધિકારીને રૂ.30000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે.
મહેસાણામાં જિલ્લા ક્ષય કેન્દ્ર મેડિકલ ઓફીસરની ચેમ્બરમાં ACBએ આ લાંચિયા અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. આ અધિકારી ફરિયાદી અને સ્ટાફના કર્મચારીઓના ઓડિટમાં ભૂલો કાઢી પૈસાની રિકવરી કરવી પડશે કહી ડરાવતો હતો. હેરાનગતિ કર્યા વગર ઓડિટ પૂરું કરવા રૂપિયા 65000ની લાંચ માંગી હતી. રકઝકના અંતે 65000 માંથી 30000માં પતાવટની વાત કરી હતી.