ખળભળાટ@મોડાસા: પ્રાન્ત અધિકારીનું કારસ્તાન, મહિલા અધિકારીને સંબંધ રાખવા દબાણ કર્યુ, પોલીસે કરી ધરપકડ

ગાંધીનગરની ક્લાસ 2 મહિલા અધિકારીના ફોટા અને વિડીયો તેના પતિ અને પુત્રને મોકલી માનસિક આઘાત આપ્યો, સંબંધ રાખવા હદ વટાવી
 
deputy collector mayank patel
ગાંધીનગરની ક્લાસ 2 મહિલા અધિકારીના ફોટા અને વિડીયો તેના પતિ અને પુત્રને મોકલી માનસિક આઘાત આપ્યો, સંબંધ રાખવા હદ વટાવી

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ગુજરાત રાજ્યના વહીવટ આલમમાં અત્યંત ચોંકાવનારી ઘટનાનો પર્દાફાશ થયો છે. નાયબ કલેક્ટરને ભ્રષ્ટાચાર નહિ પરંતુ મહિલાને હેરાન કરવાના આરોપસર પોલીસ પકડી ગઈ છે. મોડાસાના નાયબ કલેક્ટર છેલ્લા કેટલાક સમયથી પરણેલી મહિલા અધિકારીને સંબંધ બાંધવા દબાણ કરતાં હતા. અગાઉથી પરિચિત હોવાથી વધુ નજીક રહેવા મજબૂર કરવા આ નાયબ કલેક્ટરે માનસિક દબાણ લાવવા ફોટા વિડીયો ફરતાં કરી દીધા હતા. મહિલા અધિકારીએ કંટાળીને સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરતાં સાયબર પોલીસની ટીમે છેક મોડાસા પહોંચી હતી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો

Narmada
narmada radhanpur

અમદાવાદ સાયબર ક્રાઇમે ગાંધીનગરના ક્લાસ-2 મહિલા અધિકારીને અશ્લીલ વીડિયો ફોટો મોકલીને પરેશાન કરનારા મોડાસાના ડેપ્યુટી કલેકટરની ધરપકડ કરી છે. ડે. કલેક્ટર મયંક પટેલ પોતે પરિણીત છે અને પરિણીત મહિલા અધિકારીને પોતાના તાબે થવા મજબૂર કરતો હતો. ક્યારેક મરી જવાની તો ક્યારેક મારી નાખવાની ધમકી આપતો હતો. આટલું જ નહીં મહિલાને સતત અશ્લીલ અંગત કહેવાય તેવા વિડીઓ-ફોટો મિકલતો હતો. મયંક પટેલ એટલી હદે વિકૃત હતો કે તેના જ વીડિયો મહિલાના પતિ, સસરા અને 12 વર્ષના દીકરાને પણ મોકલી દીધા હતા.

બાબુઓની બાબુગીરી સંદર્ભે આજે ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રાન્ત અધિકારી તરીકે ફરજ બજાવતા મયંક પટેલની ધરપકડ થઈ છે. સરકારી મીટીંગ દરમિયાન ડે. કલેક્ટર મયંક પટેલ અને ગાંધીનગરની મહિલા અધિકારી વચ્ચે ઓળખાણ થઈ હતી. આ પછી બંને એકબીજાના ઘરે આવવા જવાના સબંધ સુધી પરિચિત થયા હતા. આ દરમ્યાન એકબીજા સાથે મોબાઇલ ફોનથી સંપર્કમાં રહ્યા હતા. ત્યારબાદ મયંક પટેલે મહિલા અધિકારીને સોશિયલ મીડીયાના માધ્યમથી માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવાનું શરું કર્યું હતું. મહિલા અધિકારી ફોન ના ઉપાડ  તો નાયબ કલેક્ટર મયંક પટેલ વોટ્સએપ વિડીયો કોલિંગ કરીને હેરાન કરતો. આટલે નહિ અટકતાં નાયબ કલેક્ટર પટેલે મહિલાના પતિને ફોન કરીને બિભત્સ ભાષામાં વાત કરી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી કંટાળીને મહિલા અધિકારીએ અમદાવાદ સાયબર પોલીસમાં ફરિયાદ આપી હતી. આથી પોલીસે મોડાસા પહોંચી નાયબ કલેક્ટર મયંક પટેલની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે,  આરોપી પાસેથી 9 સિમ કાર્ડ, લેપટોપ, મોબાઈલ, આઇપોડ સહિતની વસ્તુઓ મળી આવી છે. જેની પ્રાથમિક તપાસમાં કેટલાક પુરાવા મળ્યા છે. આરોપીને હવે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલા અધિકારી રાજ્યના ઉચ્ચ IPS અધિકારીના કૌટુંબિક હોવાનું મનાય છે. મહિલા અધિકારી સાથે પરિચયમાં આવ્યા બાદ આ નાયબ કલેક્ટર મયંક પટેલ શું માનસિક રીતે વિકૃત બની ગયો હતો? આ સવાલ એટલા માટે બન્યો કેમ કે મયંક પટેલે આ મહિલા અધિકારીના પતિ, સસરા અને દીકરાને ગંદા વીડિયો મોકલ્યા હતા. આ ખરાબ હરકતો છેલ્લા કેટલાક મહિનાઓથી સહન કર્યા બાદ મહિલા અધિકારીએ આખરે સાયબર સુરક્ષાના દ્વાર ખખડાવ્યા છે. આથી કંટાળેલી મહિલા અધિકારીએ અમદાવાદ સાયબર ક્રાઈમનો સંપર્ક કર્યો હતો. ફરિયાદને પગલે અમદાવાદ સાયબર ક્રાઇમે મોડાસાથી પ્રાંત અધિકારીની ધરપકડ કરી હતી.