બિગબ્રેકિંગ@ગુજરાત: જુનિયર ક્લાર્કના પેપરલીક મામલે ATS દ્વારા વધુ 10 આરોપીની ધરપકડ

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં અગાઉ મોકૂફ રખાયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અગાઉ પેપરલીક થતા પરીક્ષા મોકુફ રખાઇ હતી. આ તરફ હવે ગુજરાત ATSની ટીમે વધુ 10 થી વધુ આરોપીની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આ અગાઉ ATSએ 15 થી વધારે આરોપીની ધરપકડ કરી હતી.
રાજ્યમાં અગાઉ જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પરીક્ષા મોકૂફ રખાઇ હતી. જેમાં તપાસ દરમ્યાન જુનિયર ક્લાર્કનું પેપર વડોદરાથી લીક કરવામાં આવ્યું હતુ. વડોદરામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસ ખાતે ATSની ટીમે પર્દાફાશ કર્યો હતો. આ સાથે હૈદરાબાદના કે. એલ પ્રેસ પ્રિન્ટિંગમાં પેપર લીક થયું હોવાનો ખુલાસો કર્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક મામલે ગુજરાત એટીએસ દ્વારા ફરી એકવાર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી મુજબ પેપરલીકમાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ કરવા કવાયત શરૂ કરાઇ હતી. જેમાં જુનિયર ક્લાર્ક પેપરલીક કેસમાં વધુ 10 આરોપી ઝડપાયા છે. નોંધનીય છે કે, પેપરલીક કેસમાં અત્યાર સુધી 25થી વધુ આરોપીઓ ઝડપાઇ ચૂક્યા છે.