બ્રેકિંગ@બનાસકાંઠા: બાબા બાગેશ્વર આવશે માં અંબાના દર્શનાર્થે, હેલિકોપ્ટરથી પહોંચશે દાંતા, જાણો કાર્યક્રમ

 
Ambaji

અટલ સમાચાર, ડેસ્ક

બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતનાં પ્રવાસે છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રી માં અંબાના દર્શનાર્થે અંબાજી જાય તેવી માહિતી સામે આવી છે. તારીખ 28 રવિવારના રોજ બાબા દાંતા હેલિપેડ પરથી હેલિકોપ્ટર મારફતે અંબાજી પહોંચશે. અંબાજીમાં બાબા ઇસ્કોન વેલીમાં વિશ્રામ કરશે ત્યાર બાદ અમદાવાદ પરત આવવા રવાના થશે. મહત્વનું છે કે, આ સમગ્ર આયોજન ઇસ્કોન ગ્રુપના પ્રવીણ કોટક દ્વારા કરવામાં આવ્યું છે.

Ambaji

ઇસ્કોન ગ્રુપના ચેરમેન પ્રવીણ કોટકને ત્યાં બાબા બાગેશ્વર રોકાણ કરવાના છે, જેની માટે અમદાવાદ ખાતે તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 28 મેના દિવસે ઝૂંડાલા પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાશે. 29 અને 30મેના રોજ પણ પ્રવીણ કોટકને ત્યાં રોકાણ કરે તેવી શક્યતા છે. જોકે આ બે દિવસ બાબા ઘાટલોડીયાના ચાણક્યપુરીના મેદાનમાં કાર્યક્ર્મ યોજશે.