જાહેરનામું@અમદાવાદ: કાંકરિયા કાર્નિવાલ અને 31 ડિસેમ્બરને લઈને આ વસ્તુઓ પર પ્રતિબંધ
અટલ સમાચાર, ડેસ્ક
કાંકરિયા કાર્નિવલમાં મોટી સંખ્યામાં મુલાકાત આવશે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મેડિકલ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કાંકરિયા પરિસરમાં ૬ મેડિકલ વાન તૈનાત કરવામાં આવી છે જેમાં પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ સાથે મેડિકલ વાનમાં સારવાર લેવા આવનાર કોઈ મુલાકાતી શંકાસ્પદ જણાય તો તેને ટેસ્ટ માટે કૉર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં મોકલવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલ અને નાતાલ ડ્રાઈવ લઈને પોલીસે પણ જાહેરનામું બહાર પાડ્યું છે. કાંકરિયા કાર્નિવલ 25-31 ડિસેમ્બર સુધી યોજાશે. ઉલ્લેખનીય છે કે 2008થી શરૂઆત કાંકરિયા કાર્નિવલની શરૂઆત થઇ હતી. કાંકરિયા કાર્નિવલમાં 7 એન્ટ્રી ગેટ, 3 સ્ટેજ હશે.સામાન્ય લોકો માટે કાર્નિવાલનો સમય- સવારે 10થી રાતના 10 સુધીનો હશે. ગત વર્ષે અંદાજે 22 લાખ મુલાકાતીઓ કાંકરિયા કાર્નિવાલમાં આવ્યા હતા.
કાર્નિવલ અને 31 ડિસેમ્બરના પગલે અમદાવાદ શહેર પોલીસે 3 પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે.3 શિફ્ટમાં પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. સુરક્ષાના પગલે દરેક એન્ટ્રી એક્ઝિટ પર શી ટીમ, 2 DFMD તૈનાત કરવામાં આવી છે. તદુપરાંત 2 DCP, 6 ACP, 16 PI, 63 PSI, 13 મહિલા PSI, 760 પોલીસ, 250 મહિલા પોલીસ, 1 SRP કંપની, 150 હોમગાર્ડનો ઉપયોગ થશે. પોલીસ બોડી વોર્ન કેમેરા, BDDS ટીમ, વોકી ટોકી સેટ, બાઈનો કિલર, વોચ ટાવર, બેગેજ સ્કેનર, ડ્રોનથી નજર રાખશે.
કાર્નિવલ સબંધે ટ્રાફિક 1 JCP, 1 DCP, 1 ACP, 2 PI, 2 PSI, 300 જેટલા ટ્રાફિકના કર્મી ફરજ બજાવશે. કાંકરિયા ફરતેનો સર્કલ રોડ નો યુ ટર્ન તરીકે જાહેર કરાયો છે. સવારે 8 થી રાતે એક વાગે સુધી જાહેરનામું અમલી રહેશે. ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તથા ફટાકડા બાબતનું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં ગ્રીન ક્રેકર્સનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. જાહેર રોડ અને સાયલેન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ ટુકકલ ખરીદ, વેચાણ ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ક્રિસમસ અને ન્યુ યરની રાત્રે 23:55 થી 00.30 સુધી ફોડી શકાશે. 31st ના રોજ સી.જી રોડ પર સાંજના સમયે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
અકસ્માતે આગના બનાવો ન બને, જનતાને અગવડ ન બને, અને એર ક્વોલિટી ઇન્ડેક્સ જળવાઈ રહે તે માટે ફટાકડા ફોડવાનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો ના બને એના પાર પણ બાજનજર રાખવામાં આવી છે. આ ડ્રાઈવ 24 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.