અપડેટ@ગુજરાત: સાળંગપુર વિવાદ વચ્ચે મંદિર પરિસરમાં મીડિયાને જવા પર રોક, જાણો વધુ

 
Sarangpur

અટલ સમાચાર, ડેસ્ક

સાળંગપુરમાં હનુમાનજીની સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને સ્વામિનારાયણના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયામાં હનુમાનજીનું અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. આ ભીંત ચિત્રોને લઈને હાલ વિવાદ ચરમસીમાએ પહોંચ્યા છે. 

આ તરફ હવે આજે સાળંગપુર મંદિરના તંત્ર દ્વારા પરિસરમાં મીડિયાને આવવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ મંદિર પરિસરમાં વીડિયો કે બાઇટ નહીં કરવા મંદિર પ્રસાશન દ્વારા મીડિયાને કહેવામાં આવ્યું છે.