દોડધામ@બનાસકાંઠાઃ લમ્પી વાયરસનો આતંક, એક જ દિવસમાં 12 પશુઓના મોત, 327 નવા કેસ નોંધાયા

અટલ સમાચાર, ડેસ્ક
વધતાં જતાં લમ્પી વાયરસના કહેર વચ્ચે સોમવારે 327 જેટલાં પશુઓ પર રોગની અસર જોવા મળી છે. જેમાં 12 જેટલાં પશુઓના મોત નિપજ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં કુલ 253 ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસની અસર દેખાઇ છે. આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં લમ્પી વાયરસ પશુઓમાં જોવા મળતાં વહીવટી તંત્ર દોડતું થયું છે. જેમાં સોમવારે નવા 327 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લામાં લમ્પી વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં 12 જેટલાં પશુઓના મોત નિપજ્યા છે. જોકે, જીલ્લાના કુલ 9 તાલુકાઓમાં પશુ ઉપર લમ્પી વાયરસની અસર જોવા મળી છે. જેમાં કુલ જીલ્લાના 253 ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસ અસર થઇ છે.કુલ 2,852 પશુઓને લમ્પી વાયરસની અસર જોવા મળી છે. જેમાં અત્યાર સુધી 63 પશુઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વધતા જતાં લમ્પી વાયરસના કહેર વચ્ચે વહીવટી તંત્રએ ટીમોને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી છે.