બનાસકાંઠાઃ ચોખાના કટ્ટાઓની આડમાં, ટ્રકમાં ભરેલ દારૂની 2040 બોટલો સાથે 2ની ધરપકડ

જ્યારે દારૂ મંગાવનાર શખ્સ સામે ગુનો નોંધી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ અંગે થરાદ પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
 
દારૂ

અટલ સમાચાર, ડેસ્ક


બનાસકાંઠા જીલ્લામાં રોજ બરોજ અનેક દારૂના જથ્થા સાથે  પોલીસ ધરે છે. થરાદની ખોડા ચેકપોસ્ટ પરથી મંગળવારે પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડયો હતો. જયારે ટ્રક ચાલક અને ક્લીનરની અટકાયત કરાઇ છે.જ્યારે દારૂ મંગાવનાર શખ્સ સામે ગુનો નોંધી ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ અંગે થરાદ પોલીસે 3 શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

આ અંગેની વિગત એવી છે કે, ગાંધી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મોટા પ્રમાણમાં દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. ગુજરાતનો બનાસકાંઠા જીલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો હોવાના કારણે અનેકવાર રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની બુટલેગરો દ્વારા હેરાફેરી કરવામાં આવે છે. જેથી પોલીસે ટ્રકને ઝડપી પાડી ટ્રકમાં ભરેલ દારૂની 2040 બોટલ અને ટ્રક સહીત રૂ. 32.21 લાખનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.