બનાસકાંઠાઃ એક દિવસમાં નવા 910 લમ્પી વાયરના કેસ નોંધાયા, 19 પશુઓના મોત

જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 26,171 પશુઓ લંપી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં 542 પશુઓના મોત થયા છે.
 
ગાય

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે. જિલ્લાના 14 તાલુકા લમ્પી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. વધતાં જતાં લમ્પી વાઇરસના કહેર વચ્ચે આજે નવા 910 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 19 જેટલાં પશુઓના મોત થયા છે. જિલ્લાના કુલ 819 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર દેખાઈ છે.
 
બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઇરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે. જિલ્લામાં આજે નવા 910 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે. તેમજ આજે 19 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે. જિલ્લાના કુલ 14 તાલુકાઓના 819 ગામોના પશુઓમાં લમ્પી વાઇરસની અસર જોવા મળી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 26,171 પશુઓ લંપી વાઇરસની ચપેટમાં આવ્યાં છે. તેમજ અત્યાર સુધીમાં 542 પશુઓના મોત થયા છે.

જિલ્લાના 14 તાલુકાઓમાં લંપી વાઇરસની અસર જોઈએ તો દાંતા તાલુકાના કુલ 35 ગામો, અમીરગઢ તાલુકના કુલ 31 ગામ, પાલનપુર તાલુકાના કુલ 83 ગામો, વડગામ તાલુકના 83 ગામ, દાંતીવાડા તાલુકાના કુલ 44 ગામ, ડીસા તાલુકાના કુલ 83 ગામો, કાંકરેજ તાલુકાના કુલ 66 ગામો, વાવ તાલુકાના કુલ 66 ગામો, થરાદ તાલુકાના કુલ 88 ગામો, ભાભર તાલુકાના કુલ 44 ગામો, દિયોદર તાલુકાના કુલ 56 ગામો, ધાનેરા તાલુકના કુલ 55 ગામો, સુઈગામ તાલુકાના કુલ 35 ગામો તેમજ લાખણી તાલુકાના કુલ 60 ગામો સહિત કુલ 819 ગામો લમ્પી વાઇરસ અસરગ્રસ્ત થયા છે.