લાખણીઃ મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે વિરોદ પ્રદર્શન કરવામાં આવ્યું, અંતે અટકાયત

કાર્યકર્તાઓએ ઢોલના તાલે મોંઘવારી બાબતે આવેદનપત્ર પાઠવે તે પહેલાં ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો રોડ ઉપર ઉતરી આવતાં પોલીસ દ્વારા થરાદ અને દિયોદરના ધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
 
bk

અટલ સમાચાર, ડેસ્ક

લાખણી યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે વિરોદ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનોએ રોડ ચક્કાજામ કરવા જતાં થરાદ અને દિયોદરના ધારાસભ્ય સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

બનાસકાંઠા જિલ્લાના લાખણી કોંગ્રેસ દ્વારા મોંઘવારી બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને દિયોદરના ધારાસભ્ય શીવાભાઈએ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો મોંઘવારી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. મોંઘવારીને લઇ કોંગ્રેસ આક્રમક તેવર જોવા મળ્યા હતા. જેમાં બેનર સાથે પ્રદર્શન કરતા લોકોએ ભાજપ વિરુદ્ધ નારા લગાવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ ઢોલના તાલે મોંઘવારી બાબતે આવેદનપત્ર પાઠવે તે પહેલાં ધારાસભ્યો સહિત કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો રોડ ઉપર ઉતરી આવતાં પોલીસ દ્વારા થરાદ અને દિયોદરના ધારાસભ્ય સહિત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.